Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના મહામારીએ 2021ના વર્ષમાં 7.7 કરોડ લોકોને ગરીબીમાં ધકેલ્યા: યુએન

કોરોના મહામારીના લીધે બધા જ દેશોની હાલ કફોડી થઇ ગઇ છે. યુએનના રિપોર્ટ મુજબ કોરોના મહામારીએ ગયા વર્ષે 7 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબીમાં ડૂબાડી દીધા હતા અને ઘણા પ્રગતિશિલ દેશો લોનની ચૂકવણી કરવા તોતિંગ વ્યાજ ભરતા મહામારીની અસરોથી બહાર આવી શકતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સમૃદ્ધ દેશો અત્યંત ઓછા વ્યાજે વિક્રમજનક માત્રામાં ઉઘાર લઇને મહામારીની મંદીમાંથી બહાર આવી શàª
09:36 AM Apr 19, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીના લીધે બધા જ દેશોની હાલ કફોડી થઇ ગઇ છે. યુએનના રિપોર્ટ મુજબ કોરોના મહામારીએ ગયા વર્ષે 7 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબીમાં ડૂબાડી દીધા હતા અને ઘણા પ્રગતિશિલ દેશો લોનની ચૂકવણી કરવા તોતિંગ વ્યાજ ભરતા મહામારીની અસરોથી બહાર આવી શકતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સમૃદ્ધ દેશો અત્યંત ઓછા વ્યાજે વિક્રમજનક માત્રામાં ઉઘાર લઇને મહામારીની મંદીમાંથી બહાર આવી શકે છે. પરંતુ ગરીબ દેશો હજુ પણ તેમના દેવાની ચૂકવણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. વધુમાં જણાવા મળ્યુ કે આ પરિસ્થિતિએ ‘વિશાળ વૈશ્વિક નાણાકીય અંતર’ ઉભું કરી દીધુ છે. 
યુએનના જણાવ્યા પ્રમણે ગરીબ દેશોએ પોતાનું દેવું ચુકવવા માટે અબજો ડોલર ખર્ચ કર્યા છે. આ તમામ લોન તેમને ઉંચા વ્યાજદર પર મળી હતી. તેથી તેઓ શિક્ષણ અને આરોગ્ય, પર્યાવરણ અને અસમાનતા ઘટાડવા પર વધુ ખર્ચ કરી શકતા નથી. યુએન અનુસાર 2019માં 81.2 કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા હતા અને દરરોજ આશરે 1.90 ડોલર અથવા તેનાથી ઓછી કમાણી કરી રહ્યા હતા. કોરોના મહામારીથી લઇને 2021 સુધીમાં આવા લોકોની સંખ્યા વધીને 88.9 કરોડ થઈ ગઈ. 
યુએનના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદે નવા રિપોર્ટને "ભયાનક" ગણાવ્યો છે. તેમણે કહ્યું લાખો લોકોને ભૂખમરા અને ગરીબીમાંથી બહાર કાઢવાની સામૂહિક જવાબદારી માટે હાકલ કરી. હવામાન પરિવર્તન અને કોરોના રોગચાળો પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે. તેમણે કહ્યું ક્લાઈમેટ ચેન્જ અને કોવિડ-19 મહામારી સ્થિતિને વધુ ખરાબ કરી રહી છે. આ સાથે જ યુક્રેન યુદ્ધની વૈશ્વિક અસર જોવા મળી રહી છે. 
7 અબજ લોકો ખોરાક, ઊર્જા અને ખાતરની ઊંચી કિંમતોનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ નાઈજીરિયા અને કેન્યામાં ઈંધણની અછતના કારણે વ્યાપારમાં અસર જોવાઇ રહી છે. લોકોને ઈંધણ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ત્રણ દાયકામાં પ્રથમ વખત સૌથી ગરીબ પરિવારોની આવક ઘટી છે. યુએસ અને મોટાભાગના યુરોપિયન દેશો સહિત વિકસિત અર્થવ્યવસ્થાઓમાં પણ ફુગાવો ઝડપથી જોવા મળી રહ્યો છે. 
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આના કારણે 2023ના અંત સુધીમાં વિકાસશીલ દેશોમાં વ્યક્તિદીઠ જીડીપીના 20 ટકા 2019 પહેલાના સ્તર પર પાછા નહીં આવે. બીજી બાજુ વિકસિત દેશો અત્યંત ઓછા વ્યાજ દરો પર ઉધાર લઈ શકે છે અને આર્થિક કટોકટીનો સરળતાથી સામનો કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર સમૃદ્ધ દેશો તેમની આવકનો 3.5 ટકા દેવું ચૂકવવા પર ખર્ચ કરે છે, જ્યારે ઓછા શ્રીમંત દેશોએ તેમની આવકનો 14 ટકા ખર્ચ કરવો પડે છે.
Tags :
asiaCoronaCoronaPandemicCrisisGujaratFirsthungerpoorPovertyRichrussiawarWealth
Next Article