Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓમિક્રોનના સબ વેરિએન્ટથી દુનિયામાં ફરી હાહાકાર, અનેક દેશોમાં ફરી કોરોના વકર્યો

કોરોના વાયરસ ફરી વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના પગલે ફરી સમગ્ર વિશ્વમાં ચિંતાની લહેર ફરી વળી છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પછી હવે તેના સબ વેરિએન્ટ BA.2 એ હાહાકાર મચાવ્યો છે. સાઉથ કોરિયામાં એક દિવસમાં આ સબ વેરિએન્ટના 6 લાખ કેસ નોંધાયા છે. ઇંગ્લેન્ડ અને અન્ય યૂરોપિયન દેશોમાં પણ ઓમિક્રોનના આ સબ વેરિએન્ટ ડàª
ઓમિક્રોનના સબ વેરિએન્ટથી દુનિયામાં ફરી હાહાકાર  અનેક દેશોમાં ફરી
કોરોના વકર્યો

કોરોના વાયરસ ફરી વિશ્વભરમાં
હાહાકાર મચાવી રહ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ
રહ્યો છે. જેના પગલે ફરી સમગ્ર વિશ્વમાં ચિંતાની લહેર ફરી વળી છે. 
કોરોના વાયરસના ઓમિક્રોન
વેરિએન્ટ પછી હવે તેના સબ વેરિએન્ટ BA.2 એ હાહાકાર મચાવ્યો છે. સાઉથ કોરિયામાં એક દિવસમાં આ સબ વેરિએન્ટના 6 લાખ કેસ નોંધાયા છે.
ઇંગ્લેન્ડ અને અન્ય યૂરોપિયન દેશોમાં પણ ઓમિક્રોનના આ સબ વેરિએન્ટ ડર ઉભો કરી
રહ્યો છે. જોકે ભારતમાં આ સબ વેરિએન્ટ સાથે જોડાયેલા ખતરાને લઇને હેલ્થ એક્સપર્ટ
વધારે ચિંતિંત નથી. આ માટેનું મોટું કારણ કોરોનાની ત્રીજી લહેરથી મળેલી બૂસ્ટેડ
ઇમ્યુનિટી બતાવવામાં આવી રહી છે.


ભારતમાં
ગત ડિસેમ્બરથી લઇને આ વર્ષે ફેબ્રુઆરી વચ્ચે ઘણા રાજ્યોમાં કોવિડ વેક્સીનેશનની
ઝડપી આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સ્ટેટ હેલ્થ સર્વિસના પૂર્વ મહાનિર્દેશક
ડો. સુભાષ સાલુંખેએ કહ્યું કે આપણે ભારતમાં આવનારી કોરોનાની ચોથી લહેરને હળવાશમાં
લઇ શકીએ નહીં
, કારણ કે દુનિયામાં ઘણા દેશોમાં આ સબ વેરિએન્ટ પગ પસારી રહ્યો છે.
જોકે એ કહેવું મુશ્કેલ છે કે દેશમાં કોવિડની ચોથી લહેર ક્યારે આવશે અને આ કેટલી
ગંભીર હશે.

Advertisement

 

કોરોના વાયરસનો ઓમિક્રોન
વેરિએન્ટ જેની ગત વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં ઓળખ થઇ હતી. આ વેરિએન્ટમાં
50થી વધારે મ્યૂટેશન હતા.
જોકે શરૂઆતમાં વધારે સંક્રામક થવાના કારણે આ વેરિએન્ટે ડર ઉભો કર્યો હતો જોકે પછી
તેનાથી થનારી ગંભીર બીમારી
, હોસ્પિટલમાં દાખલ થવાનો આંકડો અને મોતનો આંકડો ઘણો ઓછો રહ્યો હતો.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ બધું કોરોના વેક્સીનેશનના કારણે થયું છે
જેના કારણે વધારે લોકોને જબરજસ્ત ઇમ્યુનિટી મળી.

Advertisement


મહારાષ્ટ્ર
કોવિડ-
19
ટાસ્ક
ફોર્સના સદસ્ય શશાંક જોશીનું કહેવું છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની સંભાવના
ઓછી છે. ઇઝરાયેલમાં મળેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટને પણ ચિંતાજનક વેરિએન્ટની
યાદીમાં રાખવામાં આવ્યો નથી. જેથી જ્યાં સુધી કોવિડનું કોઇ વધારે ગંભીર વેરિએન્ટ
સામે ના આવે ત્યાં સુધી ખતરાની કોઇ વાત નથી. જોકે આપણે માસ્ક પહેરવા જોઈએ. 
ચીન અને યુરોપિયન
દેશોમાં વધતા કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ
રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો
, મુખ્ય સચિવોને પત્ર
લખીને કોવિડ-
19 સંક્રમણથી બચવા સાવચેતી રાખવાની સૂચના આપી છે. તેમના પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે
રાજ્યોને પાંચ ગણી વ્યૂહરચના એટલે કે ટેસ્ટ
, ટ્રેક, સારવાર, રસીકરણ અને દરેક જગ્યાએ કોરોના નિયમોનું પાલન કરવા પર ધ્યાન
કેન્દ્રિત કરવા સૂચના આપી છે.

Advertisement

Tags :
Advertisement

.