Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા, જાપાન અને દ.કોરિયામાં વધ્યા કોરોનાના કેસ, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5 લાખથી વધુ નવા કેસ

જે વાયરસનું નામ આપણે સૌ ભુલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેના કેસ એકવાર ફરી વધતા હોય તેવું સામે આવી રહ્યું છે. અહીં અમે ચીનની વાત કરી રહ્યા છીએ, જ્યા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં કોરોનાનો વિસ્ફોટ થતા જ હવે દુનિયાભરમાં કોરોનાના કેસનાં આંકડાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મળી રહેલા સમાચાર મુજબ ચીનની સાથે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ કોરોનાના કેસ અચાનક વધવા લાગà«
અમેરિકા  જાપાન અને દ કોરિયામાં વધ્યા કોરોનાના કેસ  વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5 લાખથી વધુ નવા કેસ
જે વાયરસનું નામ આપણે સૌ ભુલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેના કેસ એકવાર ફરી વધતા હોય તેવું સામે આવી રહ્યું છે. અહીં અમે ચીનની વાત કરી રહ્યા છીએ, જ્યા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં કોરોનાનો વિસ્ફોટ થતા જ હવે દુનિયાભરમાં કોરોનાના કેસનાં આંકડાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મળી રહેલા સમાચાર મુજબ ચીનની સાથે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. 
અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયામાં કોરોનાનો વધ્યો ખતરો
ચીનમાં કેસ વધતા જ સમગ્ર દુનિયા પર તેનો ખતરો દેખાઇ રહ્યો છે. એકલા જાપાનની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.06 લાખ કેસ સામે આવ્યા છે. વળી, કોરોનાને કારણે 296 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જ્યારે 323 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ચીનમાં કોરોનાથી તબાહી ચાલુ છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ રોગચાળાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. હાલત એવી છે કે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા બચી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ આ હકીકતનો સ્વીકાર કર્યો છે. WHOએ કહ્યું કે કોરોનાની વર્તમાન લહેરને કારણે ચીનમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ચીન સિવાય અમેરિકા, જાપાન સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારની સાથે રાજ્યો પણ એલર્ટ પર આવી ગયા છે.
ચીને વધારી દુનિયાની ચિંતા
ચીનના વુહાન શહેરથી સૌથી પહેલા કોરોનાના કેસ દુનિયાભરમાં ફેલાયા હતા, ત્યારે હવે બીજી એકવાર આ દેશ સમગ્ર વિશ્વમાં ચિંતા ઉભી કરવા જઇ રહ્યું છે. ચીનમાં બુધવારે 3,030 કેસ મળી આવ્યા હતા. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોઈએ જીવ ગુમાવ્યો નથી. આ પહેલા મંગળવારે ચીનમાં કોરોનાથી 5 લોકોના મોત થયા હતા. જોકે ચીનમાંથી જે વીડિયો અને તસવીરો સામે આવી રહી છે તે અલગ જ કહાની કહી રહ્યા છે. વળી, WHOએ પણ સ્વીકાર્યું છે કે ચીનમાં વર્તમાન લહેરને કારણે હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ચીન સાચા આંકડાઓ આપે છે કે નહીં તેના પર પણ શંકા છે. 
વિશ્વમાં 24 કલાકમાં 5.37 લાખ નવા કેસ
કોરોનાના આંકડાઓ પર નજર રાખનારી સંસ્થા વર્લ્ડોમીટરના અનુસાર છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. તે જ સમયે, રોગચાળાને કારણે 1396 લોકોના મોત થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 65,94,97,698 કેસ મળી આવ્યા છે. ત્યાં 200 મિલિયન સક્રિય કેસ છે.
જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા
જાપાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.06 લાખ કેસ સામે આવ્યા છે. તે જ સમયે, 296 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 323 લોકોએ જીવ ગુમાવ્યા. આ સિવાય દક્ષિણ કોરિયામાં કોરોનાના 88,172, ફ્રાન્સમાં 54,613 અને બ્રાઝિલમાં 44415 કેસ મળી આવ્યા છે. તે જ સમયે, બ્રાઝિલમાં રોગચાળાને કારણે 197 લોકોના મોત થયા છે.
ભારતમાં કેટલા કેસ મળ્યા?
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 185 કેસ સામે આવ્યા છે. જોકે આ સમયગાળા દરમિયાન કોઈએ જીવ ગુમાવ્યો નથી. દેશમાં અત્યાર સુધીમાં 4,46,77,594 કેસ મળી આવ્યા છે. વળી, રોગચાળામાં અત્યાર સુધીમાં 5.3 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં માત્ર 3402 એક્ટિવ કેસ છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.