Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોવામાં કોરોના વિસ્ફોટ, એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ ના બરોબર કેસ છેલ્લા ઘણા દિવસોથી સામે આવે છે. જે એક સારા સંકેત છે. પરંતુ આ વચ્ચે ગોવાથી એક ખરાબ સમાચાર આવ્યા છે. જ્યા બિટ્સ પિલાની પરીસરમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ચકચાર થવા પામી છે. છેલ્લા 2 વર્ષ બાદ કોરોનાને હરાવવામાં ભારત સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. સતત ઘટતા કેસ આ વાતનું પ્રમાણ પણ આપે છે. જોકે, ભારતના પડોશી દેશ ચ
ગોવામાં કોરોના વિસ્ફોટ  એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ ના બરોબર કેસ છેલ્લા ઘણા દિવસોથી સામે આવે છે. જે એક સારા સંકેત છે. પરંતુ આ વચ્ચે ગોવાથી એક ખરાબ સમાચાર આવ્યા છે. જ્યા બિટ્સ પિલાની પરીસરમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ચકચાર થવા પામી છે. 
છેલ્લા 2 વર્ષ બાદ કોરોનાને હરાવવામાં ભારત સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. સતત ઘટતા કેસ આ વાતનું પ્રમાણ પણ આપે છે. જોકે, ભારતના પડોશી દેશ ચીનમાં પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. અહીં સતત કેસ વધતા તેના મોટા શહેર શાંઘાઇને બંધ (Lockdown) કરવાની ફરજ પડી છે. આ મામલે સંસ્થાના PRO અર્જુન હાલર્નકરે જણાવ્યું કે, દક્ષિણ ગોવાના BITS Pilani એન્જિનિયરિંગની કોલેજમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે, જેના કારણે હવે ક્લાસ ઓનલાઇન કરવામાં આવ્યો છે. 
શુક્રવારે પણ આરોગ્ય વિભાગની ટીમ કોલેજ પહોંચી હતી અને 8 સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યા હતા. જોકે, હજુ પણ તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ સાથે ત્યા હાજર તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દક્ષિણ ગોવા જિલ્લામાં સ્થિત BITS Pilani કેમ્પસમાં લગભગ 2,800 વિદ્યાર્થીઓ છે. PRO અનુસાર, કેમ્પસમાં પ્રવેશતા પહેલા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફનું થર્મલી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું સકારાત્મક આગમન બે-ત્રણ દિવસ પહેલા શરૂ થયું હતું, જેની સંખ્યા હવે 24 પર પહોંચી ગઇ છે. 
શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,335 દર્દીઓ સામે આવ્યા છે, જેમાં 52 લોકોના મોત થયા છે. આ જ સમયગાળામાં 1,918 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આવી સ્થિતિમાં દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 4,30,25,775 થઈ ગઈ છે. જેમાંથી 13,672 એક્ટિવ કેસ છે.
Advertisement
Tags :
Advertisement

.