રાજસ્થાનના કરૌલીમાં હિંસા વચ્ચે કોન્સ્ટેબલના કાર્યની થઇ વાહવાહી, સરકારે આપ્યું આ ઇનામ
રાજસ્થાનમાં હિંસા અને રાજકીય ગરમાવો આ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે. આ તણાવ ભર્યા વાતાવરણ વચ્ચે રાજસ્થાનમાં એક ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે લોકોની સુરક્ષા કરી રહી છે. રાજસ્થાનના કરૌલીમાં થયેલી હિંસાની તસવીરો તો લગભગ આખી દુનિયાએ જોઈ હતી, પરંતુ આ હિંસક તસવીરો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી એક તસવીર પણ સામે આવી છે.આ તસવીરમાં માનવતા હતી, ખાખીની જવાબàª
રાજસ્થાનમાં હિંસા અને રાજકીય ગરમાવો આ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે. આ તણાવ ભર્યા વાતાવરણ વચ્ચે રાજસ્થાનમાં એક ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે લોકોની સુરક્ષા કરી રહી છે. રાજસ્થાનના કરૌલીમાં થયેલી હિંસાની તસવીરો તો લગભગ આખી દુનિયાએ જોઈ હતી, પરંતુ આ હિંસક તસવીરો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી એક તસવીર પણ સામે આવી છે.
આ તસવીરમાં માનવતા હતી, ખાખીની જવાબદારી હતી અને કર્તવ્યનો ઝળહળતો દીવો હતો. ઉદાર માનવતા. ધીમે ધીમે આ દીવો આખી દુનિયામાં ફેલાઈ ગયો. એક કોન્સ્ટેબલ આગ નજીક થી એક બાળકને તેડી અને તેને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહ્યો છે આ તસ્વીર રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે પણ શેર કરી છે.
કોણ છે આ બહાદુર કોન્સ્ટેબલ
જેમની તસ્વીર દેશમાં સતત ચર્ચાનું કેન્દ્ર બની છે એ કોન્સ્ટેબલનું નામ નેત્રેશ શર્મા છે. કરૌલી શહેર ચોકી પર કોન્સ્ટેબલ તરીકે નેત્રેશ ફરજ બજાવી રહ્યો છે. કરૌલીમાં હિંસા ફાટી નીકળી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પોતાના કામમાં લાગી ગઈ હતી. આ દરમિયાન નેત્રેશની નજર ફુટાકોટ વિસ્તારમાં આવેલી એક દુકાન પર પડી, જેની અંદર બે મહિલાઓ અને એક માસૂમ બાળક ફસાઈ ગયા. પોતાના જીવની પરવા કર્યા વિના નેત્રેશે દુકાનની અંદર કૂદીને ત્રણેયને બહાર કાઢ્યા હતા. નેત્રેશ જે ઝડપે તેના ખોળામાં દોડતી વખતે માસૂમને બચાવી રહ્યો હતો તેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ફરજ પ્રત્યેનું તેમનું સમર્પણ જોઈ સૌએ સલામ કરી. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
Advertisement
મળ્યું આ ઇનામ
નેત્રેશની તસવીર વાયરલ થતાં રાજસ્થાન સરકાર પણ એક્શનમાં આવી ગઈ હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નેત્રેશના વખાણ કર્યા હતા અને તેમને મોટું સરપ્રાઈઝ પણ આપ્યું હતું. નેત્રેશને પ્રમોશન આપીને તેને હેડ કોન્સ્ટેબલ બનાવવાની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરી હતી.