Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્વિટર બોટ્સ પર વિવાદ, એલોન મસ્કે કહ્યું - જ્યાં સુધી પરાગ અગ્રવાલ સાબિત નહીં કરે...

ટ્વિટર અંગે શરુ થયેલો વિવાદ પુરો થવાને બદવે દરરોજ નવો ફણગો ફૂટી રહ્યો છે. પહેલા તો એલોન મસ્કે અચાનક ટ્વિટર ખરીદવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા એવા સમાચાર આવ્યા કે એલોન મસ્કે ટ્વિટરનો સોદો અટકાવ્યો છે. ત્યારબાદ હવે આજે એલોન મસ્કે ટ્વિટરના હાલના સીઇઓ પરાગ અગ્રવાલને અલ્ટીમેટ આપ્યું છે.  મંગળવારે ટેસ્લારાટીના ટ્વીટનો જવાબ આપતા એલોન મસ્કે ડીલ વિશે à
ટ્વિટર બોટ્સ પર વિવાદ  એલોન મસ્કે કહ્યું   જ્યાં સુધી પરાગ અગ્રવાલ સાબિત નહીં કરે
ટ્વિટર અંગે શરુ થયેલો વિવાદ પુરો થવાને બદવે દરરોજ નવો ફણગો ફૂટી રહ્યો છે. પહેલા તો એલોન મસ્કે અચાનક ટ્વિટર ખરીદવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા એવા સમાચાર આવ્યા કે એલોન મસ્કે ટ્વિટરનો સોદો અટકાવ્યો છે. ત્યારબાદ હવે આજે એલોન મસ્કે ટ્વિટરના હાલના સીઇઓ પરાગ અગ્રવાલને અલ્ટીમેટ આપ્યું છે.  
મંગળવારે ટેસ્લારાટીના ટ્વીટનો જવાબ આપતા એલોન મસ્કે ડીલ વિશે નવી માહિતી આપી છે. તેમણે કહ્યું કે 'મારી ઓફર ટ્વિટરની SEC ફાઇલિંગની સચોટતા પર આધારિત હતી. ગઈકાલે ટ્વિટરના CEOએ જાહેરમાં પુરાવો આપવાનો ઇનકાર કર્યો હતો કે ટ્વિટરમાં 5% કરતા ઓછા બૉટ છે. હવે જ્યાં સુધી તે સાબિત નહીં કરે ત્યાં સુધી આ ડીલ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે એલોન મસ્કે ગયા મહિને ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો હતો. જોકે ગયા અઠવાડિયે તેઓએ પ્લેટફોર્મ પર બૉટ્સ અથવા સ્પેમ એકાઉન્ટ્સની સંખ્યા વિશે વિગતોના અભાવને કારણે સોદો અટકાવ્યો હતો. ટ્વિટરે આ મહિનાની શરૂઆતમાં SEC ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ્સમાંથી માત્ર 5% બોટ્સ અથવા સ્પેમ એકાઉન્ટ્સ છે.
મસ્કે ટ્વિટર પર બૉટ્સની સંખ્યાને લઈને સવાલો ઉઠાવ્યા હતા, જેના બચાવમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે અનેક ટ્વીટ કર્યા હતા. હવે એવું લાગે છે કે ટ્વિટરની ડીલ તેના ટ્વીટ્સને કારણે ખરાબ થઈ ગઈ છે. જો એલોન મસ્ક આ ડીલમાંથી પીછેહઠ કરે છે, તો તેણે ટ્વિટરને નોંધપાત્ર રકમ ચૂકવવી પડશે. કરાર મુજબ જો બંને પક્ષ ટ્વિટર ડીલમાંથી પીછેહઠ કરે છે, તો તેમને દંડ ચૂકવવો પડશે. ટ્વિટરના સીઈઓએ તાજેતરમાં જ તેમના એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ આ ડીલ કોઈપણ સ્થિતિમાં પૂર્ણ કરવા માંગે છે.
Advertisement
Tags :
Advertisement

.