Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લીના મણિમેકલઈની ફિલ્મના પોસ્ટરથી વિવાદનો મધપૂડો છંછેડાયો, નિર્માતાની ધરપકડની માંગ

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનું ડોક્યુમેન્ટરી પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને લઈને ઘણો વિવાદ થયો છે. તાજેતરમાં ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જોઈને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. જેમાં દેવી કાલીનું અપમાન કરવામàª
લીના મણિમેકલઈની ફિલ્મના પોસ્ટરથી વિવાદનો મધપૂડો છંછેડાયો  નિર્માતાની ધરપકડની માંગ
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનું ડોક્યુમેન્ટરી પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને લઈને ઘણો વિવાદ થયો છે. તાજેતરમાં ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જોઈને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. જેમાં દેવી કાલીનું અપમાન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ દેવીને વાંધાજનક સ્થિતિમાં બતાવવા બદલ યુઝર્સ લીનાની ટીકા કરી રહ્યાં છે. જ્યારે ઘણા યુઝર્સે પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ટેગ કરીને તેને મેકર્સ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે, તો ઘણા લોકો ફિલ્મ નિર્માતાની ધરપકડની માગ કરી રહ્યાં છે.
Advertisement

પોસ્ટર પર વિવાદ
ફિલ્મ નિર્માતા લીનાએ તાજેતરમાં જ તેની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે. આ પોસ્ટર સાથે, તેણે માહિતી આપી હતી કે તે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર 'કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ' (રિધમ્સ ઓફ કેનેડા)માં લોન્ચ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં મા કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી છે, સાથે જ મા કાલીના પોશાકમાં કલાકારના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં LGBTQ સમુદાયનો ગૌરવ ધ્વજ જોવા મળે છે. આ જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા છે.
પીએમઓ અને અમિત શાહ સુધી થઇ ફરિયાદ
ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર જોઈને ટ્વિટર પર યુઝર્સ લીનાને ઘણું ખરુ ખોટું સંભાવી રહ્યાં છે. એક યુઝરે ટ્વીટર પર લખ્યું, “દરરોજ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેઓ અમારી ધીરજની કસોટી કરી રહ્યા છે. આટલું જ નહીં, એક યુઝરે અમિત શાહને PMOને ટેગ કરીને આ પોસ્ટર અને ફિલ્મ નિર્માતા પર કાર્યવાહીની માંગ પણ કરી છે. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે શું અન્ય ધર્મના ભગવાનોને આ રીતે ધૂમ્રપાન કરતા બતાવી શકાય?, તે જ યુઝર્સે તેને નિંદા કહી અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.
આ પહેલાં પણ વિવાદ પણ થઈ ચૂક્યો છે
આ પહેલો કિસ્સો નથી કે જ્યાં હિંદુ દેવી-દેવતાઓને વાંધાજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં આવા સીનને લઈને ઘણો વિવાદ થયો છે. જેમાં આમિર ખાનની ફિલ્મ 'પીકે' પણ સામેલ છે. જેમાં ભગવાન શિવની ઠેકડી ઉડાવવામાં આવી હતી. તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરમાં બતાવવામાં આવેલા એક દ્રશ્યને લઈને વિવાદ થયો હતો, જેમાં ચાહકોએ આરોપ લગાવ્યો હતો કે તેમાં અભિનેતાને મંદિરમાં પગરખાં પહેરીને બતાવવામાં આવ્યો છે.
 
Tags :
Advertisement

.