Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુ શબ્દને લઈ કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ (Congress President)સતીશ જરકીહોલીએ (Satish Jarkiholi)હિન્દુ શબ્દને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.જેના પછી હંગામો મચી ગયો છે . હિંદુ શબ્દનો અર્થ ગંદો ગણાવતા તેમણે કહ્યું છે કે આ શબ્દ ફારસીમાંથી આવ્યો છે. જરકીહોલી રવિવારે બેલાગવી જિલ્લાના નિપ્પણી વિસ્તારમાં માનવ બંધુત્વ સંગઠનના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હિન્
હિન્દુ શબ્દને લઈ કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ (Congress President)સતીશ જરકીહોલીએ (Satish Jarkiholi)હિન્દુ શબ્દને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.જેના પછી હંગામો મચી ગયો છે . હિંદુ શબ્દનો અર્થ ગંદો ગણાવતા તેમણે કહ્યું છે કે આ શબ્દ ફારસીમાંથી આવ્યો છે. જરકીહોલી રવિવારે બેલાગવી જિલ્લાના નિપ્પણી વિસ્તારમાં માનવ બંધુત્વ સંગઠનના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ ભારતનો નથી. તે અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું, આ શબ્દનો અર્થ ખૂબ જ ગંદો થાય છે તેવું  તેમણે  જણાવ્યું  હતું 

શિવરાજ પાટીલે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

જરકીહોલીના આ ભાષણને લગતી એક વિડિયો ક્લિપ પણ સામે આવી છે, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન જરકીહોલીએ સ્પષ્ટતા કરી છે કે જરકીહોલી પરિવાર નિપ્પાની મતવિસ્તારમાં ચૂંટણી નહીં લડે. આ પહેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે પણ ગીતા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જેહાદ માત્ર કુરાનમાં નથી, ગીતામાં પણ જેહાદ છે જીસસમાં પણ જેહાદ છે.

Advertisement


Advertisement



Advertisement

પાટીલે કહ્યું કે ઇસ્લામ ધર્મમાં જેહાદની ઘણી ચર્ચા કરવામાં આવી છે. સંસદમાં આપણે જે કામ કરી રહ્યા છીએ તે જેહાદનું નથી પરંતુ વિચારોનું છે.જ્યારે તમામ પ્રયાસો પછી પણ સ્વચ્છ વિચારોને કોઈ સમજતું નથી ત્યારે સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. તે માત્ર કુરાન શરીફમાં જ નથી, મહાભારતની ગીતાનો પણ ભાગ છે, તેમાં પણ જેહાદ છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ પણ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો.

ભાજપ પર નિશાન સાધ્યું
સતીશ જરકીહોલીના આ વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને તેને વોટ બેંકનો ઉદ્યોગ ગણાવ્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે શિવરાજ પાટીલ પછી હવે કર્ણાટક કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ હિંદુઓને ઉશ્કેર્યા છે અને તેનું અપમાન કર્યું છે. આ કોઈ સંયોગ નથી. વોટબેંક ઉદ્યોગ.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.