દેશમાં પોલીસના એકસમાન યુનિફોર્મ અંગે ચિંતન
શું દેશમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા લાગુ થશે ? કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આપ્યો જવાબદેશમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા લાગુ થશે તે વિશે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભા (Loksabha)માં જવાબ આપ્યો હતો. સંસદના વર્તમાન સત્રમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા ભારતમાં લાગુ થશે કે નહીં તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. લોકસભામાં એક-બે નહીં àª
03:19 AM Dec 17, 2022 IST
|
Vipul Pandya
- શું દેશમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા લાગુ થશે ?
- કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આપ્યો જવાબ
દેશમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા લાગુ થશે તે વિશે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભા (Loksabha)માં જવાબ આપ્યો હતો.
સંસદના વર્તમાન સત્રમાં 'એક દેશ-એક યુનિફોર્મ'ની ફોર્મ્યુલા ભારતમાં લાગુ થશે કે નહીં તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. લોકસભામાં એક-બે નહીં પરંતુ સાત સાંસદોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાંસદોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પૂછ્યું છે કે 'એક રાષ્ટ્ર-એક યુનિફોર્મ' માટે શું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્ય સરકારો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો છે કે કેમ. સાંસદોના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, 'પોલીસ' રાજ્યનો વિષય છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિરમાં રાજ્યોની પોલીસ માટે સમાન ગણવેશના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article