Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દૂધ સાથે સૂકી દ્રાક્ષના સેવનથી થાય છે અઢળક ફાયદા, જાણી લો તમે પણ

સૂકી દ્રાક્ષને દૂધમાં નાખીને પીવાથી આપણા સ્વાસ્થ્યને  ઘણા  લાભ થતાં  હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકી દ્રાક્ષએ ચરબી, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કોપર, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી હોય છે. આ સિવાય સૂકી દ્રાક્ષ એન્ટીઓક્સીડેન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ, પોલીફેનોલ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો પણ સારો સ્ત્રોત છà
દૂધ સાથે સૂકી દ્રાક્ષના સેવનથી થાય છે અઢળક ફાયદા  જાણી લો તમે પણ
સૂકી દ્રાક્ષને દૂધમાં નાખીને પીવાથી આપણા સ્વાસ્થ્યને  ઘણા  લાભ થતાં  હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકી દ્રાક્ષએ ચરબી, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કોપર, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી હોય છે. આ સિવાય સૂકી દ્રાક્ષ એન્ટીઓક્સીડેન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ, પોલીફેનોલ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો પણ સારો સ્ત્રોત છે. જો તમે દરરોજ નિયમિતપણે દૂધમાં સૂકી દ્રાક્ષ નાંખીને ખાશો તો  શરીરમાં પોષણની કમી રહેતી નથી. આ ઉપરાંત અનેક ગંભીર બીમારીઓ પણ દૂર રહે છે. એટેલે જ  આપણી માતાઓ સૂતા પહેલા દૂધમાં ડ્રાયફ્રૂટ્સ આપે છે. ચાલો  સૂકી દ્રાક્ષવાળુ દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
દૂધ સાથે સુકી દ્રાક્ષના સેવનના  ફાયદા
મગજ તેજ  થાય છે
જો તમે દરરોજ દૂધ અને સૂકી દ્રાક્ષનું સેવન કરો છો, તો ચિંતા, તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળે છે, યાદશક્તિ  તેજ થાય છે.મગજની કામગીરીમાં સુધારો કરે છે.
સારી ઉંઘ આવે છે 
રાત્રે સૂતા પહેલા દૂધ સાથે સુકી દ્રાક્ષનું સેવન કરવાથી ઉંઘ સારી આવે છે. 
તમારા હાડકાં મજબૂત થાય છે
દૂધ અને સૂકી દ્રાક્ષ બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત સૂકી દ્રાક્ષમાં બોરોન નામનું રસાયણ પણ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ સાથે સુકી દ્રાક્ષનું સેવન હાડકા મજબૂત બનાવે છે, સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે. આર્થરાઈટિસના દર્દીઓ માટે દૂધ સાથે સુકી દ્રાક્ષનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પેટ માટે ફાયદાકારક
સૂકી દ્રાક્ષમાં ડાયેટરી ફાઈબર હોય છે. તે પાચનમાં સુધારો કરવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે. આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને કોલોન ફંક્શનમાં સુધારો કરે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે. સૂકી દ્રાક્ષ ખાવાથી ગેસ,પેટનું ફૂલવું,કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ દૂર થાય છે.
એનિમિયા અટકાવે છે
સુકી દ્રાક્ષમાં  ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. સૂકી દ્રાક્ષ ખાવાથી શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં ખૂબ જ મદદ મળે છે. સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષ ખાવી  એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
કિસમિસમાં એટલે કે સુકી દ્રાક્ષમાં  પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
Advertisement
Tags :
Advertisement

.