Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદા નદીમાં સતત પુરની સ્થિતિ યથાવત, અનેક લોકોને કરાયા સ્થળાંતર

સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં સ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા માછીમારોએ માછીમારીની રોજગારી હોવાના આક્ષેપ સાથે વર્તનની માંગ કરી રહ્યા છ
નર્મદા નદીમાં  સતત પુરની સ્થિતિ યથાવત  અનેક લોકોને કરાયા સ્થળાંતર
સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં સ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા માછીમારોએ માછીમારીની રોજગારી હોવાના આક્ષેપ સાથે વર્તનની માંગ કરી રહ્યા છે
સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે ૨૩ દરવાજામાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે નર્મદા નદીના પાણી અનેક ખેતરોમાં પણ ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતો ફરી એકવાર પાયમાલ થયા છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચના ફુરજા બંદરેથી બહુચરાજી નર્મદા માતાના મંદિરના ઓવારા સુધીના કાંઠા વિસ્તારોના મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા છે જેના પગલે મકાનમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવા સાથે ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે પ દિવસથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ યથાવત રહેતા માછીમારોની માછીમારી પણ છીનવાઈ ગઈ છે અને બેરોજગાર બની ગયેલા માછીમારોએ વળતરની માંગ સાથે સરકારને લેખિત પત્ર લખ્યો છે
નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ સતત અવિરત પણે વહેતો જોવા મળી રહ્યો છે જેના પગલે કાંઠા વિસ્તારના કેટલાય લોકોનું સ્થળાંતર પણ કરાયું છે પરંતુ કાંઠા વિસ્તારના કેટલાય મકાનોમાં પાણી હોવા છતાં કેટલાય લોકો ઘરમાં જ તથા અન્ય સ્થળે રાતવાસો કરવા માટે મજબૂર બન્યા છે નર્મદા નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું હોવાના કારણે કાંઠા વિસ્તારના લોકોને બની ગઈ છે ખેડૂતોથી માંડી માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોની હાલત અત્યંત દયનીય બની રહી છે
Advertisement
Tags :
Advertisement

.