Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સતત મોબાઈલ સ્ક્રીન સામે રહેવાના કારણે 60% બાળકોની આંખોમાં થવા લાગી છે આ બીમારી

કોરોના મહામારી દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનવ શરીરને કેટલીક આડઅસર થઈ છે અને એવી જ એક સમસ્યા છે આંખની. ખાસ કરીને બાળકોની દ્રષ્ટિને થઈ છે ગંભીર અસર. તો આંખની સમસ્યાના વધતા કેસોએ વાલીઓની વધારી દીધી છે ચિંતા. તો કયા કારણસર વધી છે આ સમસ્યા આવો જાણીએ. કોરોનાકાળ દરમિયાન ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યુ હતું જેના કારણે સૌથી વધારે બાળકોની દ્રષ્ટિને નુકસાન પહોંચ્યું છે.  સતત મોબાઈલની સ્ક્
સતત મોબાઈલ સ્ક્રીન સામે રહેવાના કારણે 60  બાળકોની આંખોમાં થવા લાગી છે આ બીમારી
કોરોના મહામારી દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનવ શરીરને કેટલીક આડઅસર થઈ છે અને એવી જ એક સમસ્યા છે આંખની. ખાસ કરીને બાળકોની દ્રષ્ટિને થઈ છે ગંભીર અસર. તો આંખની સમસ્યાના વધતા કેસોએ વાલીઓની વધારી દીધી છે ચિંતા. તો કયા કારણસર વધી છે આ સમસ્યા આવો જાણીએ.
 
કોરોનાકાળ દરમિયાન ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યુ હતું જેના કારણે સૌથી વધારે બાળકોની દ્રષ્ટિને નુકસાન પહોંચ્યું છે.  સતત મોબાઈલની સ્ક્રીનની સામે રહેવાના કારણે બાળકોની આંખોમાં માઈનસ નંબરનું પ્રમાણ 60 ટકા સુધી વધ્યું છે. ઓનલાઈન ક્લાસ, મોબાઈવ ગેમ્સ અને સોશિયલ મીડિયામાં કલાકો સુધી રહેવાના કારણે બાળકોની દ્રષ્ટિ કમજોર થઈ છે. સ્ક્રીનના વધુ પડતા ઉપયોગના કારણે દર બીજી વ્યક્તિએ ડ્રાય આઈની સમસ્યા થઈ છે. ન માત્ર બાળકો પરંતુ દરેક ગ્રુપના બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે.
5 Pros and cons of giving a child a mobile phone or tablet - NY Shepa
તબીબોના મતે જો નાની ઉમરે સમસ્યા પર ધ્યાન ન રખાય તો આખી જિંદગી આંખ નબળી રહે છે. તેવામાં બાળકોને કેટલાક પ્રકારના ટીપા લગાવવામાં આવે અથવા દવા આપવામાં આવે તો બાળકોમાં આંખના નંબર ઘટાડી શકાય છે. તબીબોના મતે  માયોપિયા કંટ્રોલ થેરાપી થકી આ કામ શક્ય બને છે.
Should kids have cell phones? Pros and cons - netivist
બાળકોમાં કોરોનાકાળ બાદ આંખની સમસ્યા વધી છે તેવામાં જો તેમને પૌષ્ટિક ભોજન, તેમની સ્ક્રીન સામે રહેવાની આદત ઓછી કરવામાં આવે અને આંખના નિષ્ણાંત તબીબ સામે વહેલી તકે સારવાર કરવામાં આવે તો બાળકોની દ્રષ્ટિની સમસ્યા દૂર કરી શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.