છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ રાહુલ ગાંધી સાથે થઇ રહેલી ઇડીની પૂછપરછ તથા સેનામાં ભરતી માટેની અગ્નિપથ સ્કીમનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ નેટા ડિસોઝાનો એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સુરક્ષાકર્મીઓ પર થૂંકી રહી છે. àª
છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ રાહુલ ગાંધી સાથે થઇ રહેલી ઇડીની પૂછપરછ તથા સેનામાં ભરતી માટેની અગ્નિપથ સ્કીમનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ નેટા ડિસોઝાનો એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સુરક્ષાકર્મીઓ પર થૂંકી રહી છે. નેટા ડિસોઝાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બસના દરવાજે ઉભા રહીને થૂંક્યુ
નેટા ડિસોઝાના આવા શરમજનક કૃત્યની સર્વત્ર નિંદા થઇ રહી છે. સાથે જ લોકો કોંગ્રેસ પાર્ટી પણ બદનામ થઇ રહી છે. આ ઝડપથી વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઇ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે નેટા ડિસોઝા કઇ રીતે સુરક્ષાકર્મીઓ પર થૂંકે છે. જ્યારે પોલીસ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી રહી હતી અને તેમને વાહનોમાં લઈ જઈ રહી હતી, ત્યારે બસના દરવાજે ઉભેલા ડિસોઝાએ મહિલા પોલીસકર્મીઓ પર થૂંક્યું હતું. વીડિયોમાં મહિલા સુરક્ષાકર્મી નેતાને વાહનમાં બેસાડતી જોવા મળે છે જ્યારે નેટા વાહનના દરવાજે ઊભી રહીને તેમના પર થૂંકતી હોય છે.
લોકોએ નિંદા કરી
વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. વિડીયો જોયા બાદ લોકો તેમને 'સ્પિટ ગેંગ' કહી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નેટાનો કોરોના ટેસ્ટ થવો જોઇએ. આ ઉપરાંત લોકો કહે છે કે સઅગ્નિપથ યોજનાનો વિરોધ કરવા નિકળ્યા છો અને બીજી તરફ સુરક્ષાકર્મીઓ પર જ થૂંકી રહ્યા છો. આવું તો કોંગ્રેસ જ કરી શકે છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ મુદ્દે કોંગ્રેસને ઘેરી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે બીજેપી કાર્યકર પ્રીતિ ગાંધીએ કોંગ્રેસને ડ્રામેબાઝ ગણાવી છે. બીજેપી કાર્યકર્તાએ ટ્વિટ કરીને લખ્યું, 'કેટલી વિડંબના છે... એક તરફ આ અભદ્ર મહિલા અગ્નિવીરોની કાળજી લેવાનો ઢોંગ કરી રહી છે, અને બીજી તરફ યુનિફોર્મમાં રહેલા આપણા સૈનિકો પર થૂંકી રહી છે!!'
રાહુલ ગાંધીની પૂછપરછ
ઉલ્લેખનીય છે કે ED આજે પાંચમી વખત રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. આ પહેલા સોમવારે રાહુલની લગભગ 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ મોડી રાત્રે લગભગ 12 વાગ્યે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતો. EDની ટીમે રાહુલ ગાંધીની ગયા અઠવાડીયે સોમવારથી બુધવાર સુધી સતત 3 દિવસમાં 30 કલાક અને સોમવારે 12 કલાક પૂછપરછ કરી હતી. એટલે કે 4 દિવસમાં રાહુલની લગભગ 42 કલાક પૂછપરછ કરવામાં આવી છે. આ મામલે ED 23 જૂને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે.