આઝમગઢ અને રામપુરમાં ઉમેદવારો નહીં ઉભા રાખે કોંગ્રેસ
કોંગ્રેસે આઝમગઢ અને રામપુર લોકસભા સીટોની પેટાચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. યુપી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એક નિવેદન જારી કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ બંને બેઠકો પર ઉમેદવારો ઉભા નહીં કરે અને હવે ફરીથી સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે.યુપી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, 'ભારતીય રાષ્ટà
Advertisement
કોંગ્રેસે આઝમગઢ અને રામપુર લોકસભા સીટોની પેટાચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. યુપી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એક નિવેદન જારી કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ બંને બેઠકો પર ઉમેદવારો ઉભા નહીં કરે અને હવે ફરીથી સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે.
યુપી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રામપુર અને આઝમગઢ લોકસભા પેટાચૂંટણીમાં તેના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે નહીં. વિધાનસભા ચૂંટણીના પરિણામોને જોતા, એ જરૂરી છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પોતાનું પુનઃનિર્માણ કરે, જેનાથી 2024ની સામાન્ય ચૂંટણીઓમાં તે મજબૂત વિકલ્પ તરીકે પોતાને રજૂ કરે.
બીજી તરફ સપાએ આઝમગઢમાં તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને ભાજપે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને આઝમગઢથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે આઝમગઢથી દિનેશ લાલ યાદવ અને રામપુરથી ઘનશ્યામ લોધીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
જ્યારે બસપાએ પણ રામપુર સીટ પર ઉમેદવારો નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય પાર્ટીએ આઝમગઢથી શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. જાણવા મળ્યા મુજબ સપા આઝમ ખાનની પત્નીને રામપુર સીટ પર પોતાની ઉમેદવાર બનાવી શકે છે. આ બંને સીટો પર 6 જૂન સુધી ઉમેદવારી પત્રકો ભરાશે, જ્યારે 9 જૂન સુધી નામો પરત ખેંચી શકાશે.