Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપિયો એકદમ ડાઉન, કોંગ્રેસે મોદી સરકાર પર કર્યો કટાક્ષ

રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. શુક્રવારે કરન્સી માર્કેટમાં એક ડૉલરની સરખામણીએ રૂપિયો 79.96 ના સ્તર પર આવી ગયો છે. એક ડોલર સામે રૂપિયાનું આ સ્તર ઓલ ટાઈમ લો લેવલ છે. યુએસમાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલી જોતાં રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એવું માનવામાં આવે છે કે એક ડોલર સામે 80 રૂપિયાથી નીચે જવું એ માત્ર ઔપચારિકતા રહી ગઈ છે. કેટલાક નિષ
રૂપિયો
એકદમ ડાઉન  કોંગ્રેસે મોદી સરકાર પર કર્યો કટાક્ષ

રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
શુક્રવારે કરન્સી માર્કેટમાં એક ડૉલરની સરખામણીએ રૂપિયો
79.96 ના સ્તર પર આવી ગયો છે. એક
ડોલર સામે રૂપિયાનું આ સ્તર ઓલ ટાઈમ લો લેવલ છે. યુએસમાં વ્યાજદરમાં વધારો થવાની
શક્યતાને કારણે વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલી જોતાં રૂપિયામાં ઘટાડો જોવા મળી
રહ્યો છે. અને એવું માનવામાં આવે છે કે એક ડોલર સામે
80 રૂપિયાથી નીચે જવું એ માત્ર
ઔપચારિકતા રહી ગઈ છે. કેટલાક નિષ્ણાતો ડોલર સામે રૂપિયો
82ના સ્તરે આવવાની આગાહી કરી
રહ્યા છે. 
જોકે, બજારના નિષ્ણાતોનું કહેવું છે
કે ઓવર ધ કાઉન્ટર અને ફ્યુચર્સ માર્કેટમાં પ્રથમ વખત ડોલર સામે રૂપિયો
80ના સ્તરથી નીચે ગયો છે. વિદેશી
રોકાણકારો દ્વારા તીવ્ર વેચવાલી થવાની આશંકાને ધ્યાનમાં રાખીને
, તે એક ડોલર સામે રૂ. 80.05ના સ્તરથી નીચે ગયો હતો. જો કે, હાજર બજારમાં રૂપિયો અત્યારે એક
ડોલર સામે રૂ.
79.89ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

Advertisement


Advertisement

જો રૂપિયો 80ના સ્તરને સ્પર્શવાની અણી પર છે
તો કોંગ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન
નરેન્દ્ર મોદી જ્યારે
2014 પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના જૂના વીડિયો બાઈટ્સ
દર્શાવ્યા હતા. આ વીડિયોમાં નરેન્દ્ર મોદી રૂપિયાના ઘટાડાને કારણે યુપીએ સરકાર પર
પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે.

 

Advertisement

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભાજપના દિવંગત નેતા સુષ્મા
સ્વરાજે વિડિયો બાઈટ પણ સંભળાવી હતી
, જે તેમણે વિપક્ષના નેતા હોવાને
કારણે લોકસભામાં રૂપિયાના ઘટાડાને કારણે યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક જૂનો વીડિયો પણ સાંભળવા મળ્યો. ત્યારબાદ ભાજપના
પ્રવક્તા બનીને તેમણે રૂપિયાના ઘટાડાને લઈને યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
હતા.


કોંગ્રેસે સરકારને સવાલ પૂછ્યો
છે કે કિયા પેટ્રોલની જેમ રૂપિયો પણ ડોલર સામે
100ને પાર કરશે? સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે
મોદી સરકારે ઈતિહાસમાં રૂપિયાને વધુ નબળો પાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે
2014માં જ્યારે યુપીએ સરકારે સત્તા છોડી ત્યારે રૂપિયો ડોલરની સરખામણીએ
58ના સ્તરે
હતો. પરંતુ આજે તે
80 થી વધુ
છે. તેમણે કહ્યું કે રૂપિયામાં ઘટાડો મોંઘવારી વધારવાનું કામ કરશે.


બીજેપી નેતા અને સાંસદ વરુણ
ગાંધીએ પણ ડૉલર સામે રૂપિયાના ઘટાડાને લઈને પોતાની જ સરકારને આડે હાથ લીધી છે.
તેણે ટ્વીટ કરીને લખ્યું કે રૂપિયાના ઘટાડાને કારણે દરેક ભારતીયનું જીવન પ્રભાવિત
થઈ રહ્યું છે. તેમણે આરબીઆઈને અપીલ કરી છે કે તે રાષ્ટ્રની રક્ષા કરતા સૈનિકોની
જેમ રૂપિયાને પાતાળમાં જતા બચાવે.

 

જોકે, રૂપિયાને વધુ ગગડતા બચાવવા માટે
આરબીઆઈની નજર તેના પર છે. પરંતુ આરબીઆઈના હાથ પણ બંધાયેલા જોવા મળે છે. કારણ કે
અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતાને જોતા રોકાણકારો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં
વેચાણ કરીને પૈસા ઉપાડી રહ્યા છે.

Tags :
Advertisement

.