કોંગ્રેસનો ચીન મુદ્દે સરકાર પર કટાક્ષ, કહ્યું - DDLJ ની નીતિ અપનાવી રહી છે મોદી સરકાર
કોંગ્રેસ સમયાંતરે ચીન મુદ્દે સરકારને ઘેરતી જ રહે છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના સત્તાધારી ટ્વીટર હેન્ડલથી સતત ચીન મુદ્દે મોદી સરકારને ઘેરતી રહે છે. વળી શનિવારે ભારત-ચીન સરહદ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જેના પર કોંગ્રેસે હવે વિસ્તૃત નિવેદન જારી કરીને વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશના જ
કોંગ્રેસ સમયાંતરે ચીન મુદ્દે સરકારને ઘેરતી જ રહે છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના સત્તાધારી ટ્વીટર હેન્ડલથી સતત ચીન મુદ્દે મોદી સરકારને ઘેરતી રહે છે. વળી શનિવારે ભારત-ચીન સરહદ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જેના પર કોંગ્રેસે હવે વિસ્તૃત નિવેદન જારી કરીને વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશના જણાવ્યા અનુસાર, મોદી સરકાર ચીનના મુદ્દા પર 'DDLJ' એટલે કે Deny (નકારો), Distract (વિચલિત કરો), Lie (જૂઠ્ઠુ બોલો), Justify (જસ્ટિફાઈ કરો)ની નીતિ અપનાવી રહી છે.
મોદી સરકારની વ્યૂહરચના 'DDLJ' પર આધારિત : જયરામ રમેશ
છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર LAC પર ચીનના કબજાને પણ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઇએ કે, કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' આજે પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પણ પોતાનું નવું વલણ અને પ્રતિભા બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. સોમવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને મોદી સરકાર પર નવા અંદાજમાં પ્રહારો કર્યા હતા. જયરામ રમેશે કહ્યું કે, લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીનો સામનો કરવાની મોદી સરકારની વ્યૂહરચના 'DDLJ' પર આધારિત છે- Deny, Distract, Lie, Justify. તેમણે વધુમાં કહ્યું કે, મે 2020માં જ્યારે LAC પર અથડામણ થઈ હતી. તે પછી ભારતે લદ્દાખમાં 65 માંથી 26 ચોકીઓ પર નિયંત્રણ ગુમાવ્યું. આ સાથે જ વિદેશ મંત્રીએ 1962ના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે સમયે ભારતે પોતાના ક્ષેત્રની રક્ષા કરતા યુદ્ધ લડ્યું હતું, જ્યારે 2020માં ભારતે ચીનની આક્રમકતા સ્વીકારી હતી. આવી સ્થિતિમાં 1962 અને 2020ની સરખામણી કરી શકાય નહીં.
મોદી સરકારે પ્રામાણિક રહેવું જોઇતું હતું : જયરામ રમેશ
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી અને ચીનના રાજદૂતની મુલાકાતને લઈને વિદેશ મંત્રીએ આપેલું નિવેદન ખૂબ જ ખરાબ છે. શું વિપક્ષના નેતા વેપાર, રોકાણ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્ત્વના દેશોના રાજદ્વારીઓને ન મળી શકે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકારે શરૂઆતથી જ પ્રામાણિક રહેવું જોઈતું હતું અને સંસદીય સ્થાયી સમિતિઓમાં ચીન સંકટ અંગે ચર્ચા કરીને વિપક્ષને વિશ્વાસમાં લેવા જોઈએ અને સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી. તેમણે કહ્યું, "ઓછામાં ઓછું તેમણે મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ માટે વિગતવાર બ્રીફિંગ કરવું જોઈએ."
વિદેશ મંત્રીનું શું હતું નિવેદન?
શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકર તેમના અંગ્રેજી પુસ્તક "ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન ના મરાઠી અનુવાદ 'ભારત માર્ગ'ના વિમોચન સમારોહ માટે પૂણે પહોંચ્યા હતા. તે દરમિયાન પત્રકારોએ તેમને ચીન મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, ઘણા લોકો ચીનના મુદ્દા પર જમીનની વાત કરીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, જ્યારે તેણે 1962માં તેના પર કબજો જમાવ્યો હતો. આ પછી પણ તેઓ એવી રીતે વાત કરી રહ્યા છે કે જાણે આ બધું તાજેતરમાં થયું હતું. જ્યારે 2017માં રાહુલ ગાંધી ચીનના રાજદ્વારી સાથે મુલાકાત કરી હતી. તેના પર તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, હું ચીનના રાજદૂતને ફોન કરીને માહિતી માંગતો નથી. તેમના નિવેદનથી કોંગ્રેસ નારાજ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement