કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લાગ્યું ગ્રહણ, બેંગલુરુ કોર્ટે આપ્યો મોટો ઝટકો
કોંગ્રેસ માટે વધુ એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સોમવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને કૉપીરાઈટના કથિત ઉલ્લંઘન માટે કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ અને તેના ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) અભિયાનને અસ્થાયી રૂપે બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોંગ્રેસ માટે વધુ એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સોમવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને કૉપીરાઈટના કથિત ઉલ્લંઘન માટે કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ અને તેના ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) અભિયાનને અસ્થાયી રૂપે બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
KGFના નિર્માતાઓએ લગાવ્યો આરોપ
બેંગ્લોર કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને ભારત જોડો એમ બે ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સંગીત કોપીરાઈટ ઉલ્લંઘનના એક કેસમાં આપ્યો છે. MRT મ્યુઝિકે કૉંગ્રેસ વિરુદ્ધ મ્યુઝિક કૉપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ આ પ્રતિબંધ અસ્થાયી ધોરણે લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદમાં, KGFના નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વિડીયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Advertisement
કોર્ટે પોતાનો આદેશ આપ્યો
હાલના કેસમાં અરજદારે કોર્ટમાં સીડી આપતી વખતે આક્ષેપ કર્યો હતો કે મૂળ સંસ્કરણમાં કેટલાક નાના ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા તેમની પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હોતી અને ન તો તેમને આ વિશે કહેવામાં આવ્યું હતું. હવે આ મામલે કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં માન્યું કે, આ માર્કેટિંગ વિડીયો પાઈરેસીને બળ આપે છે. આ વિડીયોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારત જોડો બંનેના ટ્વિટર હેન્ડલ પરથી દૂર કરવા જોઈએ જ્યાં આ ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ બંનેના ટ્વિટર હેન્ડલને પણ બ્લોક કરી દેવા જોઈએ.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે, કોંગ્રેસે ભારત જોડો યાત્રાના પ્રચાર માટે MRT મ્યુઝિકના ગીતોનો ઉપયોગ કર્યો છે. MRT મ્યુઝિક કન્નડ, હિન્દી, તેલુગુ અને તમિલ વગેરેમાં 20,000 થી વધુ ટ્રેક માટે સંગીત અધિકારો ધરાવે છે. કંપનીએ KGF 2 ના મ્યુઝિક રાઈટ્સના અધિકારો મેળવવા માટે મોટી રકમનું રોકાણ કર્યું છે. MRT મ્યુઝિકનો આરોપ છે કે કોંગ્રેસે તેના સંગીતનો ઉપયોગ તેના રાજકીય કાર્યક્રમો માટે પૂછ્યા વગર કર્યો છે. વિડીયોમાં રાહુલ ગાંધી પણ જોવા મળી રહ્યા છે જેમાં તેમણે KGF 2ના ગીતનો ઉપયોગ કર્યો છે.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.