Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યાઃ સંબિત પાત્રા

ગુજરાતમાં 2022ના રમખાણોના કેસમાં SITએ હવે પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કર્યો છે. આ સોગંદનામામાં એ વાત સામે આવી છે કે, ગુજરાતની તત્કાલીન મોદી સરકારને કોઇ પણ સંજોગોમાં અસ્થિર કરવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે તિસ્તા સેતલવાડને કોંગ્રેસ તરફથી 30 લાખ રૂપિયા મળ્યા હતા.  આ સિવાય એ પણ બહાર આવ્યું છે કે, 2007 માં નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા બદલ કોંગ્રેસ સરકાર દ્વારા તિસà
ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યાઃ સંબિત પાત્રા
ગુજરાતમાં 2022ના રમખાણોના કેસમાં SITએ હવે પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કર્યો છે. આ સોગંદનામામાં એ વાત સામે આવી છે કે, ગુજરાતની તત્કાલીન મોદી સરકારને કોઇ પણ સંજોગોમાં અસ્થિર કરવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે તિસ્તા સેતલવાડને કોંગ્રેસ તરફથી 30 લાખ રૂપિયા મળ્યા હતા.  
આ સિવાય એ પણ બહાર આવ્યું છે કે, 2007 માં નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા બદલ કોંગ્રેસ સરકાર દ્વારા તિસ્તાને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. આ ખુલાસા બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. આ કડીમાં હવે આજે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે, SITનો રિપોર્ટ આવ્યા બાદ સંબિત પાત્રાએ આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સંબિત પાત્રાએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તિસ્તા સેતલવાડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા માટે કોંગ્રેસે લાખો રૂપિયા આપ્યા હતા. તિસ્તા સેતલવાડ કોંગ્રેસના મોટા કાવતરામાં સામેલ છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા અને રાહુલ ગાંધીના પ્રચાર માટે પૈસા લીધા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે SITની એફિડેવિટમાં તમામ ષડયંત્રનો ખુલાસો થયો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે તિસ્તા સેતલવાડ રાજ્યસભામાં જવા માગતી હતી. SITએ સત્યનો પર્દાફાશ કર્યો છે. અહેમદ પટેલે માત્ર પૈસા આપ્યા છે, હકીકતમાં સોનિયા ગાંધીના ઘરેથી પૈસા આપવામાં આવ્યા હતા.
Advertisement

સંબિત પાત્રાએ કહ્યું કે, SITની એફિડેવિટમાં તમામ ષડયંત્રનો ખુલાસો થયો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, તિસ્તા સેતલવાડ રાજ્યસભામાં જવા માગતી હતી. SITએ સત્યનો પર્દાફાશ કર્યો છે. અહેમદ પટેલે માત્ર પૈસા આપ્યા છે, હકીકતમાં સોનિયા ગાંધીના ઘરેથી પૈસા આપવામાં આવ્યા હતા. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, અહેમદ પટેલ માત્ર એક નામ છે, હકીકતમાં સોનિયા ગાંધી સમગ્ર ષડયંત્ર રચવામાં ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા. અહેમદ પટેલની મદદથી સોનિયા ગાંધીએ ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને પણ ખરડવાનો પ્રયાસ કર્યો છે.
Tags :
Advertisement

.