શું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં 83 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (INC) અધ્યક્ષને લઈને અટવાયેલો પેચ હવે ધીરે-ધીરે ઉકેલાતો હોય તેવું જણાઈ રહ્યું છે.જે પ્રકારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gahelot) અને કેરળથી સાંસદ શશી થરૂર (Shashi Tharor) સક્રિય છે તે જોતા પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી નક્કી છે ત્યારે દાયકાઓ બાદ આ વખતે ફરી આ વખતે ફરી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ટક્કર જોવા મળી રહી છે. ત્રણ દાયકા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ મા
12:41 PM Sep 21, 2022 IST
|
Vipul Pandya
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (INC) અધ્યક્ષને લઈને અટવાયેલો પેચ હવે ધીરે-ધીરે ઉકેલાતો હોય તેવું જણાઈ રહ્યું છે.જે પ્રકારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gahelot) અને કેરળથી સાંસદ શશી થરૂર (Shashi Tharor) સક્રિય છે તે જોતા પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી નક્કી છે ત્યારે દાયકાઓ બાદ આ વખતે ફરી આ વખતે ફરી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ટક્કર જોવા મળી રહી છે. ત્રણ દાયકા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં જે સમીકરણો રચાઈ રહ્યાં છે તેમાં એક બાજુ ગાંધી પરિવારના સમર્થનથી અશોક ગહેલોત જ્યારે બીજી બાજુ શશી થરૂર છે. 83 વર્ષ પહેલા વર્ષ 1939માં પટ્ટાભિ સીતારમૈયા (Pattabhi Sitaramayya) અને નેતાજી સુભાષચંદ્ર બોઝ (Subhas Chandra Bose) વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જે ટક્કર થઈ હતી તેવો જ સિનારિયો આજે રચાયો છે ત્યારે પટ્ટાભિ સીતારમૈયાને ગાંધીજીનું સમર્થન હતું અને નેતાજી પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા મક્કમ હતા. આજે એ સ્થાને શશી થરૂર છે.
83 વર્ષ જુના સમીકરણો ફરી નિર્માણ પામ્યા
વર્ષ 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝ (Subhas Chandra Bose) બિનહરિફ પાર્ટીના અધ્યક્ષ ચૂંટાયા હતા.તે બાદ 1939માં કોંગ્રેસ પાર્ટીએ પોતાના નવા અધ્યક્ષ ચૂંટવાના હતા.ગાંધીજીનો અગ્રહ મૌલાના અબ્દુલ કલામ આઝાદને અધ્યક્ષ બનાવવાનો હતો પણ નેતાજીએ ઉમેદવારી નોંધાવી, નેતાજી એકવાર મક્કમ નિર્ણય કર્યો બાદમાં તે પીછે હઠ નહી કરે પાર્ટીનું ટોચનું નેતૃત્વ જાણતું હતું અને તેથી જ મૌલાનાએ આ પદ માટે ના પાડી દીધી બાદમાં ગાંધીજીએ નહેરૂને પત્ર આ ચૂંટણી લડવા જણાવ્યું પણ તેમણે પણ ના પાડી દીધી બાદમાં ગાંધીજી પાસે એક જ વિકલ્પ પટ્ટાભી સીતારમૈયા રહ્યાં અને તેમણે બાપુના આ પ્રસ્તાવને સ્વિકારી લીધો.
ત્રિપુરી અધિવેશનમાં થઈ ચૂંટણી
મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ત્રિપુરીમાં નર્મદા નદીના કાંઠે તિલવારા ઘાટ નજીક કોંગ્રેસનું 52મું અધિવેશન મળ્યું જેમાં નેતાજીને 1580 મતો મળ્યા જ્યારે પટ્ટાભીને 1377 મત મળ્યા, નેતાજી બીજી વખત ગાંધીજીની મરજી વિરૂદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને બાપુએ આ નિર્ણયને ખુશી-ખુશી સ્વીકાર્યો પણ ખરો અને ખુશી પણ વ્યક્ત કરી હતી પણ પાર્ટીમાં નેતાજીના અન્ય વિરોધીઓને કારણે કોંગ્રેસ કાર્યકારિણીના 14માંથી 12 સભ્યોએ રાજીનામું આપ્યું અને તેનાથી વ્યથિત નેતાજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તેઓ જીતીને પણ હારી ગયા.
અધ્યક્ષ પદ માટે ગહેલોત શા માટે?
કોંગ્રેસ અધ્યક્ષની ઉમેદવારી માટે ગહેલોત એટલા માટે નક્કી છે કારણ કે, એશોક ગહેલોતની (Ashok Gahelot) છબી પાર્ટીમાં બેદાગ અને મજબુત નેતા તરીકેની છે. અશોક ગહેલોતે પાર્ટીના અનેક પદોની જવાબદારી નિભાવવાનો તેમજ વિશાળ વહીવટી અનુભવ છે. ગહેલોત ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી.નરસિમ્હા રાવની કેબિનેટમાં મંત્રી પદ સંભાળી ચુક્યા છે અને ત્રણ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને ગાંધી પરિવારના ખુબ જ નજીકના નેતા છે. મંગળવારે અશોક ગહેલોતે રાજસ્થાનના ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી અને તેમાં તેમણે સંકોતો આપ્યા કે તેઓને દિલ્હી જવું પડી શકે છે.
થરૂરે પોતાની ઈચ્છા વ્યક્ત કરી
કોંગ્રેસ (Congress) પાર્ટીના રાજકિય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે, તિરૂવનંતપુરમથી સાંસસ શશી થરૂર પણ આ પદ માટે એક્ટિવ છે. તેમણે પાર્ટીના ટોચના નેતૃત્વને મળીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. શરૂર સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ મુદ્દે મળી ચુક્યા છે. સોનિયા ગાંધીને તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગહેલોત અને થરૂર વચ્ચે જંગ નક્કી માનવામાં આવી રહી છે. થરૂર એક વર્ગમાં પોતાની વાક્છટા અને પર્સનાલિટીને કારણે ઘણાં લોકપ્રિય છે અને બુદ્ધિજીવી છે પરંતુ સાથે વિવાદો સાથે તેમનો નાતો રહ્યો છે. તેમણે વર્ષ 2010માં પોતાના પદનો દુરઉપયોગ કરી IPS ક્રિકેટ ફ્રેન્ચાઈઝીમાં શેર ખરીદવાના લીધે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું તેમજ વર્ષ 2014માં પત્નિ સુનંદા પુષ્કરના મોત મામલે પણ તેઓ ફસાયા હતા અને ટ્વીટરમાં અનેક વખત તેમના ટ્વીટથી તેઓ વિવાદમાં આવી ચુક્યા છે.
સોનિયા ગાંધીની તટસ્થ ભૂમિકા
સુત્રોનું માનીએ તો કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આ ચૂંટણીમાં તટસ્થ ભૂમિકામાં રહેશે તેવું સ્પષ્ટ કરી દીધું છે. તેઓ આ ચૂંટણીમાં નિષ્પક્ષ ભૂમિકા નિભાવશે. એવામાં તે સ્પષ્ટ છે કે, ગાંધી પરિવાર ઈચ્છે ગહેલોત અધ્યક્ષ બને. બીજીતરફ હજુ પણ રાહુલને મનાવવા માટે પાર્ટીના અન્ય નેતાઓ જોર લગાવી રહ્યાં છે. ગુજરાત સહિત 11 રાજ્યોની કોંગ્રેસ કમિટિએ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવ પાસ કર્યો છે.
ગાંધી પરિવાર સિવાયના આ લોકો રહ્યાં છે કોંગ્રેસ પ્રમુખ
દેશની આઝાદીથી બાદથી 16 લોકોએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું જેમાંથી 5 ગાંધી પરિવારના છે જેમાં સ્વ.જવાહરલાલ નહેરુ, સ્વ.ઇંદિરા ગાંધી, સ્વ.રાજીવ ગાંધી,સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. સ્વતંત્રતાના 75 વર્ષમાં 40 વર્ષ જેટલો સમય કોંગ્રેસનું અધ્યક્ષપદ ગાંધી-નેહરુ પરિવારના પાંચ સભ્યોના હાથમાં રહ્યું છે. બાકીના 35 વર્ષ ગાંધી પરિવાર સિવાયના લોકો અધ્યક્ષ રહ્યા હતા.ગાંધી પરિવારના પાંચ સભ્યોમાં સોનિયા ગાંધી સૌથી લાંબો સમય પક્ષના પ્રમુખપદે રહ્યાં.
ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસ પ્રમુખો
- જે. બી. ક્રિપલાણી
- પટ્ટાભી સીતારમૈયા
- પુરૂષોત્તમદાસ ટંડન
- યુ.એન. ઢેબર
- નિલમ સંજીવ રેડ્ડી
- કે. કામરાજ
- એસ. નિજલીંગાપ્પા
- જગજીવનરામ
- શંકરદયાળ શર્મા
- દેવકાંતા બરૂઆ
- પી.વી.નરસિમ્હારાવ
- સીતારામ કેસરી
Next Article