Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીઃ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નરસિંહભાઈ રબારીની વરણી

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નરસિંહભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વરણી બાદ અભિનંદન પાઠવ્યા છે. નરસિંહભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય છે. હાલ તેઓ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત છે.આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થઈ રહી છે તેવા સંજોગોમાં ચૂંટણીને અનુલક્ષીને àª
03:35 AM Feb 22, 2023 IST | Vipul Pandya
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નરસિંહભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વરણી બાદ અભિનંદન પાઠવ્યા છે. નરસિંહભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય છે. હાલ તેઓ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત છે.
આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થઈ રહી છે તેવા સંજોગોમાં ચૂંટણીને અનુલક્ષીને આ નિમણૂકને મહત્વની માનવામાં આવી રહી છે. નરસિંહભાઈ રબારી દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેની કારકિર્દીમાં પક્ષ માટે ઘણી સારી કામગીરી કરી ચૂક્યા છે. તેમની કામગીરી અને રાજકીય કુનેહના કારણે દિયોદર તાલુકા પંચાયતની સત્તા મેળવવામાં પણ કોંગ્રેસ સફળ રહી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં પણ સારું પરિણામ મેળવ્યું હતું. તાલુકા પ્રમુખ તરીકેના તેમના નેતૃત્વમાં 2017માં કોંગ્રેસે દિયોદર વિધાનસભાની બેઠક પણ હસ્તગત કરી હતી.
આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે તે સ્થિતિમાં પશ્ચિમ વિસ્તારના દિયોદર, લાખણી, કાંકરેજ, સુઈગામ, ભાભર, વાવ અને થરાદ સહિતના તાલુકામાં કાર્યકારી પ્રમુખ તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવાઓ આપતા નરસિંહભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. દરેક સમાજને સાથે રાખીને ચાલવાની તેમની આગવી કોઠાસૂઝ અને કુનેહના કારણે પક્ષ દ્વારા તેમની પર વિશ્વાસ મુકીને મોટી જવાબદારી આપવામાં આવી છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની એન્યુઅલ મીટિંગનો પ્રારંભ, CM ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હાજરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BanaskanthaDistrictCongressCongressPreparationElectionGujaratFirstLocalSelf-GovernmentElectionsNarsinghbhaiRabariWorkingPresidentWorkingPresidentofBanaskanthaDistrict
Next Article