Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માછીમાર મતદારોને રિઝવવા કોંગ્રેસનો પ્રયાસ, કરી આ મોટી જાહેરાત

માછીમારોના મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીત કગથરાની હાજરી આજરોજ ભુજ સર્કિટ હાઉસ મધ્યે પત્રકાર પરિષદનું આયોજન કરાયુ આ પત્રકાર પરિષદ આવનારી 2022 વિધાનસભા ચૂંટણી અનુસંધાને ગુજરાતમાં 1600 કી. મી. કોસ્ટલ એરિયા હોવાના કારણે ગુજરાતના ગણા પરિવારો માછીમારી ધંધા સાથે સંકળાયેલ છે. કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી અને કચ્છ જી
05:38 PM Sep 16, 2022 IST | Vipul Pandya
માછીમારોના મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીત કગથરાની હાજરી આજરોજ ભુજ સર્કિટ હાઉસ મધ્યે પત્રકાર પરિષદનું આયોજન કરાયુ આ પત્રકાર પરિષદ આવનારી 2022 વિધાનસભા ચૂંટણી અનુસંધાને ગુજરાતમાં 1600 કી. મી. કોસ્ટલ એરિયા હોવાના કારણે ગુજરાતના ગણા પરિવારો માછીમારી ધંધા સાથે સંકળાયેલ છે. 
કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી અને કચ્છ જીલ્લા પંચાયતના પુર્વ વિપક્ષી નેતા વિ.કે.હુંબલ, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશનદાન ગઢવી અને કચ્છ જિલ્લા કૉંગેસના રમેશભાઈ ગરવા, ગનીભાઈ કુંભાર, ધીરજભાઈ ગરવા, દિપકભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ભાટી, અમીષભાઈ મહેતા અને અંજલીબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
માછીમારી સાથે સંકળાયેલ પરિવારને સહાય રૂપ થવા માટે માટે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવ્યો છે જો આવનારી ચૂંટણી કોંગ્રેસ સત્તા ઉપર આવશે આ ઘોષણા પત્ર આપેલી 14 યોજનાઓનું અમલીકરણ કરવામાં આવશે તેવું  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી લલીતભાઇ કગથરાએ જણાવ્યું હતું  પરિવારને રૂ.ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ .૪૦૦ ની કુટુંબીજનોને સહાય તથા જેલમાં મૃત્યુ પામતા માચ્છીમારોને રૂ.૧૦ લાખની સહાય આવશે  તેવી  જાહેરાત  કરી  હતી. 
૨૦૦૪ થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDCની સહાય યોજના શરુ કરાવાશે 
પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં અગ્રતા . નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના દરિયામાં ઔદ્યોગિક પ્રદુષિત કચરો પ્રદુષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરશે.  માછીમાર ભાઈઓને મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય
પરંપરાગત માછીમારી કરતા કે દરિયો ખેડતા સમુદાયો દેશી વહાણ ઉદ્યોગોમાં આગળ વધે અને રોજગારી મેળવે તે માટે જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવવા તથા દેશી વહાણો મારફત આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોસ્તાહન યોજના જાહેર કરશે. માછીમારી ક્ષમતાનો પુરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માચ્છીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા માચ્છીમાર વિકાસ બોર્ડની રચના  કરવામાં આવશે  તેવું  જણાવ્યું  હતું. 
Tags :
bigannouncementCongressmadefishermenvotersGujaratFirst
Next Article