ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે બનાવ્યો માસ્ટર પ્લાન, આ પ્લાન કોંગ્રેસને તારશે?
ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહેલી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ ફરી પાછી બેઠી થવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરુપે જ રાજસ્થાનના ઉદયપુરની અંદર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા અન્ય લોકો એકઠા થયા હતા અને કોંગ્રેસના પુનરોત્થાન માટે વિવિધ ચર્ચા કરવામાં આવી
ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહેલી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ ફરી પાછી બેઠી થવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરુપે જ રાજસ્થાનના ઉદયપુરની અંદર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા અન્ય લોકો એકઠા થયા હતા અને કોંગ્રેસના પુનરોત્થાન માટે વિવિધ ચર્ચા કરવામાં આવી અને યોજનાઓ પણ બનાવવામાં આવી. ત્યારે કોંગ્રેસની આ ચિંતન શિબિરમાં ગુજરાત વિશે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે.
આગામી અમુક મહિનાની અંદર ગુજરાત વિધાનસભાાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનથી માંડીને નેતાગીરી સુધીના અલાયદા પ્રશ્નો છે. તેવામાં ઉદયપુર ખાતે મળેલી આ ચિંતન શિબિરની અંદર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. એવી વાત સામે આવી છે કે ભાજપને ટક્કર આપવા અને ગુજરાતને જીતવા માટે કોંગ્રેસ 2007ની પેટર્નથી ચૂંટણી લડશે.
ગુજરાત ચૂંટણી જીતવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન શું છે?
ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું મુખ્ય પાસું એ છે કે કોંગ્રેસ ગુજરાતમાં 2007ની પેટર્નથી ચૂંટણી લડશે. આ સિવાય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓને ગુજરાતના ઘરે ઘરે પ્રચાર માટે મોકલવામાં આવશે. એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાંખશે. ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓને વિશેષ જવાબદારી આપવામાં આવશે.
ઉદયપુરની ચિંતન શિબિરની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઘણું લાંબુ મંથન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોનિયા ગાંધીએ દેશના દિગ્ગ્જ નેતાઓને આપશે. આ સિવાય દેશના તમામ રાજ્યના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પણ ગુજરાતમાં ચૂંટણીને જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમને ઝોન અને જિલ્લા પ્રમાણે જવાબદારી આપવામાં આવશે. ચિંતન શિબિરમાં લાંબા મંથન બાદ કોંગ્રેસે ચૂંટણી લાડવાનો જ અભિગમ બદલ્યો જેની શરૂઆત ગુજરાતથી થશે. જેથી કોંગ્રેસ માટે એક રીતે જોઇએ તો ગુજરાત ચૂંટણી એ પ્રકારનો પ્રયોગ બનશે.
ગુજરાતના નેતાઓને રાહુલ ગાંધીએ શું સૂચના આપી?
ગુજરાતની ચૂંટણીને લઇ ઉદયપુર ખાતે રાહુલ ગાંધી અને ગુજરાતના નેતાઓની બેઠક પણ મળી હતી. જેમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સૂચના આપી કે, આગામી ચૂંટણી માટે શહેરી વિસ્તારની અલગ રણનીતિ બનાવો. ગુજરાતના શહેરી વિસ્તાર માટે આક્રમક રણનીતિ ઘડવા માટે રાહુલ ગાંધીએ સૂચના આપી છે. આ સિવાય એક સપ્તાહમાં શહેરી વિસ્તારની રણનીતિ અને માઇક્રો પ્લાનિંગનો રિપોર્ટ આપવા સૂચના આપી છે.
અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું?
આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, શહેરી લોકોની સમસ્યા સૌથી વધુ છે. મધ્યમવર્ગીય લોકોની આવકમાં ઘટાડો થયો છે. શહેરો માટે અલગથી કાર્યક્રમો તૈયાર કરીશું. મુખ્ય 4 મહાનગરોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી. શહેરી વિસ્તારની સમસ્યાઓ અલગ છે. બેરોજગારી, મોંઘુ શિક્ષણ, ઘરનું ઘર વગેરે મુદ્દાઓ સાથે અમે શહેરોમાં આગળ વધીશું.
હાલ તો કોંગ્રેસ સમગ્ર રણનીતિ મુજબ આગળ વધી રહી છે. જો કે એક વાસ્તવિકતા એ પણ છે કે આ તમામ રણનીતિ તો જ સફળ થશે જો કોંગ્રેસ આંતરિક વિખવાદ છોડી અને એક થઇ ચૂંટણી લડે. બાકી ગુજરાતના જ નેતાઓ એક નહીં હોય તો રાજ્ય બહારના નેતાઓ પણ અહીં આવી કઈ ઉકાળી નહીં શકે.
Advertisement