Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસે દેશની સંપત્તિ લૂંટી, હવે ED તપાસને રાજકીયરંગ આપવાનો પ્રયાસ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે કોંગ્રેસ પાર્ટી સામે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર થયેલાં ઇડી કેસની તપાસને રાજકીય રંગ આપવાના આરોપો લગાવ્યાં હતાં. તેમજ આ મુદ્દે પત્રકારો સમક્ષ કોંગ્રેસના ટોચના નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા હતાં.  કોંગ્રેસે આખા દેશની જનતાને આપવો જોઇએ- પાટીલતાજેતરમાં કોàª
કોંગ્રેસે દેશની સંપત્તિ લૂંટી  હવે ed તપાસને રાજકીયરંગ આપવાનો પ્રયાસ  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે કોંગ્રેસ પાર્ટી સામે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર થયેલાં ઇડી કેસની તપાસને રાજકીય રંગ આપવાના આરોપો લગાવ્યાં હતાં. તેમજ આ મુદ્દે પત્રકારો સમક્ષ કોંગ્રેસના ટોચના નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા હતાં.  

કોંગ્રેસે આખા દેશની જનતાને આપવો જોઇએ- પાટીલ
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDની નોટિસ અપાઈ છે. આ કેસ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે પત્રકારોને સંબોધતા કહ્યું કે, " ED નોટિસને કારણે કોંગ્રેસ ગભરાઈ છે. બંને નેતાઓ હમણાં જામીન ઉપર છે. આ એક ક્રિમિનલ કેસ છે. જેનો ડર તેમને લાગે છે એટલે કોંગ્રેસ આ સમગ્ર મુદ્દાને રાજકીય બનાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં જે રીતે કંપની બનાવી છે તેમાં બધા શેરહોલ્ડર્સને પૂછયાં વગર શેર ટ્રાન્સફર કર્યા હતાં. જેમાંના કેટલાક લોકો તો હયાત પણ નથી. ઘણાં લોકોએ આ કેસમાં જવાબ લખાવ્યો છે, તેમને ED તરફથી એક તક પણ આપવામાં આવી છે. પરંતુ હવે કોંગ્રેસ તેને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે.તત્કાલીન મુખ્યમંત્રી એ પણ 9- 9 કલાક સુધી ED સામે બેસીને જવાબ આપ્યા જ છે. કારણકે તે સ્વચ્છ છબી ધરાવતા હતાં. કોંગ્રેસ જ્યારે પણ આ રીતે ફસાય છે ત્યારે તે ઘટનાને રાજકીય રંગ આપે છે. ED સ્વતંત્ર એજન્સી છે અને તે તપાસ કરી રહી છે એમાં સરકારનો કોઈ હાથ નથી. જો કે કોંગ્રેસ ED પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યી છે. આ કેસમાં સામે આવ્યું છે કે કરોડો રૂપિયાની મિલ્કત હડપવાનો આ બંને નેતાનો પ્રયત્ન હતો જે નિષ્ફળ જઈ રહ્યો છે, જેને કારણે તેઓ આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસે દેશની સંપત્તિ લૂંટી છે. એટલે હવે ડરે છે. અમારો મુદ્દો એ જ છે કે કોંગ્રેસ શા માટે આટલી ડરી ગઈ છે. આનો જવાબ કોંગ્રેસે આખા દેશની જનતાને આપવો જોઇએ.'' 
જો કે આ પહેલાં સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. અને તેમની તબિયત બગડતા તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે. શનિવારે અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આગેવાનીમાં સોમવારે ધરણાનો કાર્યક્રમ
ED દ્વારા કોંગ્રેસના નેતાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના દાવા સાથે આવતીકાલે સમગ્ર દેશમાં કોંગ્રેસ જે તે રાજ્યમાં ઇડી ઓફિસ સામે દેખાવો કરશે.જે અંતર્ગત અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ હોલમાં પહેલા સભા સંબોધિત કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસ ઇડી ઓફિસ પાસે ધારણા યોજશે. 
Advertisement
Tags :
Advertisement

.