Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્વે જ કોંગ્રેસના નેતાઓની પોલીસે કરી અટકાયત

નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરી માટે 13 જૂનના રોજ કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં વિરોધ અને કૂચ કરી હતી. લગભગ 9 કલાક જેટલી પૂછપરછ બાદ આજે એકવાર ફરી રાહુલ ગાંધીની પૂછપરછ થવાની છે. જે પહેલા જ કોગ્રેસ પક્ષ તરફથી વિરોધ શરૂ થઇ ગયો છે. વળી આ દરમિયાન ઘણા કોંગ્રેસ કાર્યરર્તા અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.આજે એકવાર ફરી EDની સામે રાહુàª
રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્વે જ કોંગ્રેસના નેતાઓની પોલીસે કરી અટકાયત
નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરી માટે 13 જૂનના રોજ કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં વિરોધ અને કૂચ કરી હતી. લગભગ 9 કલાક જેટલી પૂછપરછ બાદ આજે એકવાર ફરી રાહુલ ગાંધીની પૂછપરછ થવાની છે. જે પહેલા જ કોગ્રેસ પક્ષ તરફથી વિરોધ શરૂ થઇ ગયો છે. વળી આ દરમિયાન ઘણા કોંગ્રેસ કાર્યરર્તા અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
આજે એકવાર ફરી EDની સામે રાહુલ ગાંધીની પૂછપરછ થવાની છે. દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસના મુખ્યાલયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મુખ્યાલય સુધી મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વળી, દિલ્હી ટ્રાફિક પોલીસે મંગળવારે સવારે મુસાફરોની અવરજવર માટે ટ્રાફિકમાં ફેરફાર કર્યો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે તેના એલર્ટમાં સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર જવાનું ટાળવાની સલાહ આપી છે. જોકે, પૂછપરછ પૂર્વે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આ દરમિયાન પોલીસે રણદીપ સુરજેવાલા સહિત અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે. 
Advertisement

રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્વે કોંગ્રેસના નેતાઓનો સત્યાગ્રહ ચાલુ હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, સરકાર EDના નામે બદલો લઈ રહી છે. વળી, રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે હારીશું નહીં. અશોક ગેહલોતે કહ્યું કે, દિલ્હી પોલીસ પર સરકારના દબાણની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. અમે કલમ 144 સાથે વ્યવહાર કરી શકીએ છીએ, પરંતુ તમે અમને AICC ઑફિસમાં આવવાથી રોકી શકતા નથી. દેશમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ સાથે કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર શેનાથી ડરે છે? કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરીને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી રહ્યા છે. અને તેમની ભાવના અને આત્મા મજબૂત છે. અને હવે તેઓ કહે છે કે ન તો તું ડરીશ, ન નમશે.
ઉલ્લેખનીય છે કે, પૂછપરછના પ્રથમ દિવસે ભારે રાજકીય ડ્રામા અને વિરોધ જોવા મળ્યો હતો અને સોમવારે કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પાર્ટીની સત્યાગ્રહ કૂચમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, પાર્ટીના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ધક્કો માર્યા બાદ તેમની ડાબી પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
Tags :
Advertisement

.