Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ પ્રત્યે કોંગ્રેસ નેતાનું વિવાદીત ટ્વિટ, જાણો ભાજપે શું કહ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) પર કોંગ્રેસના નેતા ઉદિત રાજ (Udit Raj) ના વિવાદિત નિવેદન બાદ હવે આ મામલો વધુ જોર પકડી રહ્યો છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉદિત રાજ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય ગણાવ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેને ગંભીરતાથી લીધો છે. ઉદિત રાજને મહિલા આયોગ વતી નોટિસ મોકલીને તેમના વિવાદાસ્પદ નિવેદનનો જવાબ આપવા માટે કહà
રાષ્ટ્રપતિ પ્રત્યે કોંગ્રેસ નેતાનું વિવાદીત ટ્વિટ  જાણો ભાજપે શું કહ્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) પર કોંગ્રેસના નેતા ઉદિત રાજ (Udit Raj) ના વિવાદિત નિવેદન બાદ હવે આ મામલો વધુ જોર પકડી રહ્યો છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉદિત રાજ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય ગણાવ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેને ગંભીરતાથી લીધો છે. ઉદિત રાજને મહિલા આયોગ વતી નોટિસ મોકલીને તેમના વિવાદાસ્પદ નિવેદનનો જવાબ આપવા માટે કહેવામાં આવશે.

રાષ્ટ્રપતિએ શું કહ્યું હતું
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાત (Gujarat)ના પ્રવાસે હતા ત્યારે તેમણે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે, દેશનું 76 ટકા મીઠું ગુજરાતમાં બને છે અને એમ કહી શકાય કે દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

ઉદીત રાજનું વિવાદીત ટ્વિટ
કોંગ્રેસના નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિના આ નિવેદનને ચમચાગીરી ગણાવી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મૂ જેવા રાષ્ટ્રપતિ ન મળવો જોઈએ. આ ચમચાગીરીની સીમા છે. તે કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. ઉદિત રાજે વધુમાં કહ્યું કે, જો તે પોતે મીઠું ખાઈને જીવન જીવે છે તો તેમને ખબર પડશે. અન્ય એક ટ્વિટમાં ઉદિત રાજે એમ પણ કહ્યું કે તેમના દ્વારા આપવામાં આવેલ આ નિવેદન સંપૂર્ણપણે અંગત છે અને કોંગ્રેસ પાર્ટીનું નથી. તેમણે આગળ લખ્યું, મુર્મૂજીને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામે વોટ માંગ્યા, શું રાષ્ટ્રપતિ બન્યા પછી આદિવાસી રહ્યા નથી? દેશના રાષ્ટ્રપતિ હોય તો આદિવાસીઓના પ્રતિનિધિ પણ હોય. રડવું આવે છે જ્યારે SC/ST ના નામે પોસ્ટ પર જાય છે પછી ચૂપ.
Advertisement

ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યું, કે ઉદિત રાજ પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ માટે અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ કરે છે. શું કોંગ્રેસ આદિવાસી સમાજના આ અપમાનને સમર્થન આપે છે?

કોંગ્રેસ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે 
ઉદિત રાજના આ નિવેદન પર ભાજપે તેમની આકરી ટીકા કરી છે. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ઉદિત દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. આ પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ રાષ્ટ્રપતિ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. સંબિતે કહ્યું કે આ કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.
Advertisement
Tags :
Advertisement

.