Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congess નેતા Randeep Surjewala એ ભાજપના સમર્થકોની રાક્ષસ સાથે કરી સરખામણી

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ ભાજપના સમર્થકો અને મતદારો વિશે વિવાદિત નિવેદન આપતા તેમને રાક્ષસી પ્રવૃત્તિના ગણાવ્યા. સુરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે ભાજપને મત આપનારા અને તેમના સમર્થકો રાક્ષસ પ્રવૃત્તિના છે. હું મહાભારતની ધરતીથી તેમને શ્રાપ...
12:50 PM Aug 14, 2023 IST | Hiren Dave

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ ભાજપના સમર્થકો અને મતદારો વિશે વિવાદિત નિવેદન આપતા તેમને રાક્ષસી પ્રવૃત્તિના ગણાવ્યા. સુરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે ભાજપને મત આપનારા અને તેમના સમર્થકો રાક્ષસ પ્રવૃત્તિના છે. હું મહાભારતની ધરતીથી તેમને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર ભાજપ પણ ભડકી ગયું છે. ભાજપના નેતા અમિત માલવીયે સુરજેવાલાના આ નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે.

 

વાસ્તવમાં, સુરજેવાલા હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે બેરોજગારીના મુદ્દે ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલતા ડરતા નથી, બલ્કે તેઓ આ સરકારના અતિરેકથી ડરે છે. તેમણે કહ્યું કે, આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. આ જ કારણ છે કે અમે આ યુવાનો માટે ન્યાયની માંગ કરવા માટે 17 કિલોમીટર ચાલીને ગયા. તમે તેમની પાસેથી પરીક્ષામાં બેસવાની તક પણ છીનવી રહ્યા છો. તેમણે કહ્યું કે, ભાજપ અને જેજેપી રાક્ષસોની પાર્ટીઓ છે. જેઓ ભાજપને મત આપે છે અને સમર્થન આપે છે તેઓ પણ રાક્ષસી સ્વભાવના હોય છે. તેમણે કહ્યું કે, આજે મહાભારતની આ ભૂમિ પર હું તેમને (ભાજપ-જેજેપી)ને શ્રાપ આપું છું.

 

સુરજેવાલાના નિવેદન પર સીએમ મનોહર લાલ ખટ્ટરે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, માત્ર રાક્ષસ પરિવારમાં જન્મેલ વ્યક્તિ જ આવી ભાષા બોલી શકે છે, તે અસંસદીય ભાષા છે, અમે ચોક્કસપણે તેની નોંધ લઈશું.રણદીપ સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી ગઈ. ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. બીજેપીના આઈટી હેડ અમિત માલવિયાએ ટ્વીટ કર્યું, રાહુલ ગાંધીના ખાસ સુરજેવાલા ભાજપને વોટ આપનારાઓને રાક્ષસ કહી રહ્યા છે. તેઓ પણ શાપ આપે છે! કોંગ્રેસ, તેના હાઈકમાન્ડ અને દરબારીઓની આ માનસિક સ્થિતિને કારણે પક્ષ અને તેના નેતાઓએ તેમનો જન આધાર ગુમાવ્યો છે. પરંતુ હવે તેઓને જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે. પરંતુ હવે તેઓને જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે.

 

આ પણ  વાંચો -અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં અમિત શાહે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

 

Tags :
bjpgujaratbjpindiaCongressGujaratFirstRandeepSurjewala
Next Article