Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ બાદ મળ્યા જામીન

કોંગ્રેસ (Congress) નેતા પવન ખેડા (Pawan Kheda)ની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પવન ખેડા દિલ્હીથી રાયપુરની ફ્લાઈટમાં બેઠા હતા. ત્યારે જ તેમને રાયપુર જતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ મામલાને છત્તીસગઢમાં કોંગ્રેસના અધિવેશન સાથે જોડી દીધો છે.હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પવન ખેડાને મળ્યા વચગાળાના જામીનબીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પવન ખેડાને રાહત મળી છે અને અદાલતે તેમનà
કોંગ્રેસ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ બાદ મળ્યા જામીન
કોંગ્રેસ (Congress) નેતા પવન ખેડા (Pawan Kheda)ની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પવન ખેડા દિલ્હીથી રાયપુરની ફ્લાઈટમાં બેઠા હતા. ત્યારે જ તેમને રાયપુર જતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ મામલાને છત્તીસગઢમાં કોંગ્રેસના અધિવેશન સાથે જોડી દીધો છે.

હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પવન ખેડાને મળ્યા વચગાળાના જામીન
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પવન ખેડાને રાહત મળી છે અને અદાલતે તેમને વચગાળાના જામીન આપ્યા છે. હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પવન ખેડાને જામીન મળતાં આસામ પોલીસને ઝડકો લાગ્યો છે. હવે પવન ખેડાએ રેગ્યુલર જામીન મેળવવાના રહેશે
આસામ પોલીસની અપીલ પર આ કાર્યવાહી
કોંગ્રેસ નેતા પવન ખેરાને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતા અટકાવવામાં આવ્યા બાદ આસામ પોલીસે તેમને રોકવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ નેતા પવન ખેરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.  દિલ્હી પોલીસનો દાવો છે કે નિયમો હેઠળ આસામ પોલીસની અપીલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પવન ખેડાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ 
દિલ્હી એરપોર્ટ પર પવન ખેરાની ધરપકડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પવન ખેડાની ધરપકડ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પવન ખેડા વિરુદ્ધ ત્રણ શહેરોમાં એફઆઈઆર નોંધાઈ છે. એટલા માટે અમે સુપ્રીમ કોર્ટમાં આવ્યા છીએ.
Advertisement


કોંગ્રેસે લગાવ્યો આરોપ
કોંગ્રેસનો આ મામલે આરોપ છે કે રાયપુરમાં યોજાનાર રાષ્ટ્રીય સંમેલનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ અંગે ભાજપે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પવન ખેડાની ધરપકડના વિરોધમાં તેમની સાથે આવેલા કોંગ્રેસના આગેવાનો એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસે તેને મોદી સરકારની તાનાશાહી ગણાવી હતી.


આસામ પોલીસ પવન ખેડાને રિમાન્ડ પર લેશે
આસામ પોલીસના આઈજીપી  અને પ્રવક્તા પ્રશાંત કુમાર ભુઈયાએ જણાવ્યું કે, 'કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ આસામના દિમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસના સંદર્ભમાં આસામ પોલીસની એક ટીમ પવન ખેડાના રિમાન્ડ લેવા દિલ્હી રવાના થઈ છે.
અશોક ગેહલોતે આ ઘટનાની નિંદા કરી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટનાની નિંદા કરી છે જેમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાને દિલ્હીમાં પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા.ગેહલોતે ગુરુવારે ટ્વીટ કર્યું, 'દિલ્હીથી રાયપુર કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જઈ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને આસામ પોલીસે ફ્લાઈટમાંથી ઉતારી લીધા. કઇ કટોકટી હતી કે આસામ પોલીસે દિલ્હી આવી અને આ કર્યું?' આ નિંદનીય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.