પી. ચિદમ્બરમની પાંસળીમાં ફ્રેક્ચર, દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ધક્કો માર્યાનો કોંગ્રેસનો આરોપ
સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની પાંસળીમાં ફ્રેક્ચર થયાની વાત સામે આવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેથી તેમની પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની ED સમક્ષ હાજરીને લઇને થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા થયેલà«
04:36 PM Jun 13, 2022 IST
|
Vipul Pandya
સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની પાંસળીમાં ફ્રેક્ચર થયાની વાત સામે આવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેથી તેમની પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની ED સમક્ષ હાજરીને લઇને થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા થયેલી ધક્કામૂક્કીમાં અન્ય ઘણા નેતાઓ પણ ઘાયલ થયા છે.
જો કે કોંગ્રેસના આ દાવાઓ પર પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે કોંગ્રેસને પાર્ટી ઓફિસથી ED ઓફિસ સુધી રેલી કાઢવાની મંજૂરી આપી ન હતી. આમ છતાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા. ત્યારે હવે પી ચિદમ્બરમના હેરલાઇન ફ્રેક્ચરનો મામલો સામે આવી રહ્યો છે. જે અંગે પી ચિદમ્બરમે ટ્વિટ કરીને જાણકારી પણ આપી છે.
સુરજેવાલાએ વીડિયો જાહેર કર્યો
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, આખો દિવસ કોંગ્રેસના નેતાઓ પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાંસદ શક્તિસિંહ ગોહિલ પર પણ હુમલો થયો હતો. કોંગ્રેસના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
તેમણે એવો પણ દાવો કર્યો કે ‘મોદી સરકારે બર્બરતાની દરેક હદ વટાવી દીધી છે. પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સાથે પોલીસે ધક્કામુક્કી કરી, ચશ્મા જમીન પર ફેંક્યા, તેમની ડાબી પાંસળીમાં હેરલાઇન ફ્રેક્ચર છે. સાંસદ પ્રમોદ તિવારીને રોડ પર પટકવામાં આવ્યા. જેથી તેમને માથામાં ઈજા અને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે.’ સુરજેવાલાએ પૂછ્યું, ‘શું આ લોકશાહી છે? શું વિરોધ કરવો ગુનો છે?’
કેસી વેણુગોપાલ સાથે ધક્કામુક્કીની વાત
આ સાથે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ પણ એક વીડિયો શેર કર્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે દિલ્હી પોલીસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ સાથે ધક્કામુક્કી કરી રહી છે. આ સાથે કોંગ્રેસ દ્વારા તેમને બસમાં ખેંચી જવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
Next Article