Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારી મુદ્દે ફ્લાઇટમાં જ કોંગ્રેસ નેતાએ સ્મૃતિ ઇરાનીને પુછ્યા સવાલ, વિડીયો થયો વાયરલ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ એલપીજી સિલિન્ડરની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જના કારણે લોકોનું બજેટ  ખોરવાયું છે. માચ્ર પેટ્રેલ ડીઝલ અને ગેસ જ નહીં પરંતુ અન્ય તમામ વસ્તુઓમાં ભાવવધારો થયો છે. આ મુદ્દે અત્યારે રાજકારણ પણ ગરમા છે. વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ પાસે આ અંગે જવાબ માંગવામાં આવી રહ્યા છે.સડકથી લઇને સંસદ સુધી આ મોà
મોંઘવારી મુદ્દે ફ્લાઇટમાં જ કોંગ્રેસ નેતાએ સ્મૃતિ ઇરાનીને પુછ્યા સવાલ  વિડીયો થયો વાયરલ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ એલપીજી સિલિન્ડરની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જના કારણે લોકોનું બજેટ  ખોરવાયું છે. માચ્ર પેટ્રેલ ડીઝલ અને ગેસ જ નહીં પરંતુ અન્ય તમામ વસ્તુઓમાં ભાવવધારો થયો છે. આ મુદ્દે અત્યારે રાજકારણ પણ ગરમા છે. વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ પાસે આ અંગે જવાબ માંગવામાં આવી રહ્યા છે.
સડકથી લઇને સંસદ સુધી આ મોંઘવારીના મુદ્દે સરકાર સામે લોકો ગુસ્સે થઇ રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આવા સવાલોનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક ફ્લાઇટમાં સ્મૃતિનો સામનો કોંગ્રેસના મહિલા નેતા નેટ્ટા ડિસોઝા સાથે થયો હતો. આ તક ઝડપીને નેટ્ટાએ ફ્લાઈટમાં જ સ્મૃતિને મોંઘવારી અંગે સવાલો પુછ્યા. સાથે જ ફોનમાં રેકોર્ડિંગ શરૂ કર્યું. નેટ્ટાએ એલપીજી અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અંગે જવાબ માંગ્યો. ત્યરબાદ તેમની વચ્ચે જે બોલાચાલી થઇ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Advertisement

આ ઘટના દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન બની છે. બાદમાં ડિસોઝાએ આ વિડીયો ક્લિપ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. ગુવાહાટી જતા સમયે બંનેસામસામે આવ્યા હતા. જે દરમિયાન નેટ્ટાએ એલપીજીની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સ્મૃતિ ઈરાની ડિસોઝાને લોકોને જવા માટે રસ્તો આપવાનું કહેતા જોઈ શકાય છે. સ્મૃતિ ઇરાની પોતાનો રસ્તો રોકવા બદલ સવાલ પમ કરે છે. ત્યારબાદ સ્મૃતિ ઇરાની પોતે પણ પોતાના ફોનમાં રેકોર્ડિંગ શરુ કરી દે છે.
ટ્વિટર પર વિડીયો ક્લિપ શેર કરતા ડિસોઝાએ લખ્યું- ‘ગુવાહાટી જતી ફ્લાઈટમાં સ્મૃતિ ઈરાનીજીનો સામનો થયો. LPGની સતત વધતી કિંમતો પર તેમના જવાબો સાંભળો. મોંઘવારીનું ઠીકરું તેઓ કઇ કઈ વસ્તુઓ પર ફોડી રહ્યા છે! જનતા પુછે સવાલ અને સ્મૃતિજી તેને ટાળે છે. વિડીયોમાં જુઓ મોદી સરકારનું સત્ય!’
વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ નેતા ઈરાનીને સવાલ કરી રહ્યા છે. આ દરમિયાન ઈરાનીનું કહેવું છે કે મારો રસ્તો રોકવામાં આવી રહ્યો છે. જ્યારે તેણે એલપીજીની અછત અંગે પ્રશ્ન કર્યો તો તેણે કહ્યું કે કૃપા કરીને જૂઠું ના બોલો. વીડિયો ક્લિપને જોતા એવું લાગે છે કે તે લેન્ડિંગ વખતે બનાવવામાં આવી હતી. જ્યારે ડિસોઝાએ એલપીજીની વધતી કિંમતો પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે સ્મૃતિએ મુસાફરોને થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને રસ્તો આપવાનું કહ્યું. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે ડિસોઝા ખોટું બોલી રહ્યા છે. ત્યારબાદ બંનેને લોબીમાંથી પસાર થતા જોઈ શકાય છે. 
Tags :
Advertisement

.