Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2000ની નોટ અંગે કોંગ્રેસ Gourav Vallabh નું હાસ્યાસ્પદ ગણિત

સમગ્ર દેશની બેન્કોમાં ચલણમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટાને બદલવાની શરૂઆત થઈ ચુકી છે. લગભગ તમામ બેન્ક તેના ગ્રાહકોને આ સુવિધા શરૂ થવા અંગેની માહિત આપી રહી છે અને મંગળવારે પ્રથમ દિવસે બેન્કોમાં લાઈનો જોવા મળી હતી. હવે નોટ...

સમગ્ર દેશની બેન્કોમાં ચલણમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટાને બદલવાની શરૂઆત થઈ ચુકી છે. લગભગ તમામ બેન્ક તેના ગ્રાહકોને આ સુવિધા શરૂ થવા અંગેની માહિત આપી રહી છે અને મંગળવારે પ્રથમ દિવસે બેન્કોમાં લાઈનો જોવા મળી હતી. હવે નોટ બદલવાની પ્રક્રિયા ચાર મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની છે.  બેન્કોની વ્યસ્તતા જરૂર વધી ગઈ છે અને તેને વિપક્ષે એટલે કે કોંગ્રેસે નવો મુદ્દો ગણાવીને સમગ્ર હિસાબ-કિતાબ સમજાવ્યો છે. ગૌરવ વલ્લભે આંકડાઓ રજૂ કરતા કહ્યું દેશમાં લગભગ 181 કરોડ 2000 રૂપિયાની નોટ છે. જેને બદલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો એક વખતમાં વ્યક્તિ 10ની જગ્યાએ 5 નોટ બદલે છે, તો બેન્કોએ આગામી ચાર મહીનામાં 36 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પડશે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે માનો એક ટ્રાન્ઝેક્શનમાં બેન્કને ચાર મિનિટનો સમય લાગે છે તો 36 કરોડ ટ્રાન્ઝેક્શન્સમાં 144 કરોડ મિનિટનો ખર્ચ થશે.

Advertisement

આપણ  વાંચો -ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે BHUJ માં HELMET જાગૃતિ રેલીનું કરાયું આયોજન

Advertisement
Tags :
Advertisement

.