Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલની પૂછપરછના વિરોધમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસનું પ્રદર્શન, સચિન પાયલટની ધરપકડ

આજે સતત ત્રીજા દિવસે ED દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી છે. જેને લઇને આજે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થયું છે. બુધવારે પણ દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસે ઇડી દ્વારા રાહુલની પૂછપરછનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટની ધરપકડ કરી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને પાર્ટી ઓફિસ અને ED àª
રાહુલની પૂછપરછના વિરોધમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસનું પ્રદર્શન  સચિન પાયલટની ધરપકડ
આજે સતત ત્રીજા દિવસે ED દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી છે. જેને લઇને આજે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થયું છે. બુધવારે પણ દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસે ઇડી દ્વારા રાહુલની પૂછપરછનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટની ધરપકડ કરી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને પાર્ટી ઓફિસ અને ED હેડક્વાર્ટરની બહારથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. જ્યાં તેમણે પ્રદર્શન કર્યું અને રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા.
Advertisement

સચિન પાયલટ આજે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલય જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે એન્ટ્રી નહોતી આપી. સચિન પાયલટની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. સચિન પાયલટે કહ્યું કે મને ખબર નથી કે પોલીસ ક્યાં મને ક્યા લઇ જઈ રહી છે. અમે અમારી વાત કહેવા માંગીએ છીએ. તમેન તમારી પાર્ટી ઓફિસમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે.  લોકશાહી માટે આ ખોટું છે. સચિન પાયલટે ટ્વીટ કરીને લખ્યું- કેન્દ્ર સરકાર જે નફરત અને બદલાની રાજનીતિ કરી રહી છે, તે લોકશાહી માટે મોટો ખતરો છે. અસત્ય, અન્યાય અને અનૈતિકતા દ્વારા સત્યને દબાવવાના ભાજપના પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. સત્ય રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે છે, જે ઝુકશે નહીં અને કોઈપણ અત્યાચારથી ડરશે નહીં.

અધીર રંજન ચૌધરી, ભૂપેશ બઘેલ અને પવન ખેરા સહિતના પક્ષના ટોચના નેતાઓએ પણ વિરોધમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ED ઓફિસની બહાર ટાયરો સળગાવીને પ્રદર્શન કર્યું. ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા અજય કુમાર લલ્લુ સહિત કોંગ્રેસના કાર્યકરોને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. 
ED સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં 21 કલાક સુધી પૂછપરછ કરવમાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આનો સતત વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર કોંગ્રેસના કાર્યકરોને પાર્ટીના મુખ્યાલયમાં પ્રવેશતા અટકાવીને રાજકીય ગતિવિધિઓ રોકવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે કેન્દ્ર સરકારે આના પરિણામ ભોગવવા પડશે.
Advertisement
Tags :
Advertisement

.