ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં વ્યાજખોરી મામલામાં મોટા ક્રિકેટ બુકી વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ , 2 લોકોની ધરપકડ

રાજ્ય સરકારે વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરતા એક બાદ એક ગંભીર ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ સૌથી મોટા ક્રીકેટ બુકી અને ભંગારના વેપારી વિરુધ્ધ નોંધાઈ છે. જેમણે કાવતરુ રચી ફરિયાદીનુ મકાન પડાવી લેવાની કોશીશ કરી છે. સાથે જ ફરિયાદી પાસેથી 3 ટકાનુ વ્યાજ પણ વસુલ કર્યુ છે. જે અંગે ઓઢવ પોલીસે ગુનો દાખલ કર્યો છે.. જેની તપાસ  નિકોલ પોલીસ મથકના પીઆઈને સોંપવામાં
12:07 PM Jan 23, 2023 IST | Vipul Pandya
રાજ્ય સરકારે વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરતા એક બાદ એક ગંભીર ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ સૌથી મોટા ક્રીકેટ બુકી અને ભંગારના વેપારી વિરુધ્ધ નોંધાઈ છે. જેમણે કાવતરુ રચી ફરિયાદીનુ મકાન પડાવી લેવાની કોશીશ કરી છે. સાથે જ ફરિયાદી પાસેથી 3 ટકાનુ વ્યાજ પણ વસુલ કર્યુ છે. જે અંગે ઓઢવ પોલીસે ગુનો દાખલ કર્યો છે.. જેની તપાસ  નિકોલ પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી બે આરોપીની ધરપકડ પણ થઈ છે. 
ફરીયાદીનો બંગલો ગીરવે મુકી પૈસા વસુલ્યા 
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ બુક્કી જીતેન્દ્ર જૈન ઉર્ફે જીતુ થરાદ . તેની પત્ની સંગીતા જૈન , દિપક જૈન , સંદિપ ગુપ્તા ,ભંગારના વેપારી કમલેશ જૈન અને પોલીસના બાતમીદાર વિક્કી ગુપ્તા ઉર્ફે વિક્કી કિડની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની ગંભીરતા પર નજર કરીએ તો પહેલા ફરિયાદી વિષ્ણુ વ્યાસને ધંધામાં રોકાણના બહાને 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, અને બાદમાં તે રૂપિયા ન ચુકવી શકતા, કમલેશ જૈને ફરિયાદીનો આણંદનો બંગલો ગીરવે મુકી રુપિયા મેળવ્યા હતા.. તેમ છતા જ્યારે રૂપિયા ન ચુકવી શકાયા ત્યારે, મકાન વેચી દેવા ઉપરાંત મુડીના 3 ટકાના વ્યાજની ઉઘરાણી કરવામાં આવી હતી. જેથી ઓઢવ  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ફરીયાદીએ કરી હતી આત્મહત્યાની કોશીશ 
બુક્કી જીતુ થરાદ, કમલેશ જૈન અને વિક્કી કિડનીથી કંટાળી ફરિયાદીએ બે દિવસ પહેલા નહેરુબ્રિજ પરથી આત્મહત્યાની કોશીશ કરી હતી. જોકે વાહનચાલકોએ તેને બચાવી લેતા પોલીસને સોંપી દેવામાં આવ્યો જે બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે વ્યાજખોરીની સાથે ગંભીર રજુઆતો હોવાથી કેસની તપાસ નિકોલ પોલીસ મથકના પીઆઈ ને સોંપવામાં આવી છે. નિકોલ પોલીસે કમલેશ જૈન અને વિક્કી ગુપ્તા ઉર્ફે વિક્કી કિડનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 
ફરીયાદી પણ ધરાવે છે ગુનાઇત ઇતિહાસ 
મહત્વની વાત છે કે આ ગુનામાં જીતુ થરાદ અને વિક્કી કિડની ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તો બીજી તરફ ફરિયાદી  5 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. જેથી પોલીસ આ ગુનો નોંધતા પહેલા તેની ખરાઈ કરવા આરોપીની પુછપરછ કરી રહી હતી.. જોકે પોલીસ પર દબાણ લાવવા માટે ફરિયાદીએ સાબરમતી નદીમાં ઝંપલાવવાની  કોશીશ કરી હતી. હવે પોલીસની તપાસમાં શુ હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું રહેશે. 
આ પણ વાંચોઃ  40 ટકા સુધીનું વ્યાજ વસુલતા શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત 3 વ્યાજખોર ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadarrestedcomplaintcricketbookieFIRGujaratFirstusurycase
Next Article
Home Shorts Stories Videos