ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં સ્માર્ટ સિટી, સ્માર્ટ અર્બનાઇઝેશનની નેશનલ સમિટનો પ્રારંભ

 રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે આજથી ત્રણ દિવસ દરમિયાન સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ત્રિદિવસીય નેશનલ સમીટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. દેશની
01:52 PM Apr 18, 2022 IST | Vipul Pandya
 રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે આજથી ત્રણ દિવસ દરમિયાન સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ત્રિદિવસીય નેશનલ સમીટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. 
દેશની આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસર-'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે 'ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ ૨૦૨૨' હેઠળ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે સ્માર્ટ સિટીઝને "સિટી એવોર્ડ", "ઈનોવેટિવ એવોર્ડ” તેમજ “પ્રોજેક્ટ એવોર્ડ" કેટેગરીઓમાં કુલ ૫૧ એવોર્ડ એનાયત કરાયા હતાં. ઉપરાંત, ઈન્ડિયા સ્માર્ટ IUDX Case Compendium, Al Playbook for cities તેમજ આઉટપુટ્સ એન્ડ આઉટકમ્સ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સાથે વર્ચ્યુઅલ સેન્ટર બાબત MoU સાઈન કરાયું હતું.
 
આ પ્રસંગે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના છે, જેના થકી દેશમાં વિકાસસુવિધાઓ વધવાની સાથે ભાવિ જરૂરિયાતો પણ પૂર્ણ થશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મોનિટરીંગ માટે અતિ આવશ્યક એવા ICCC- ઈન્ટીટ્રેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દેશના ૧૦૦ શહેરો પૈકી ૮૦ શહેરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા સેન્ટરો આગામી ૧૫ ઓગષ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે.  તેમણે સ્માર્ટ સિટી મિશન હવે 'મિશન ટુ મુવમેન્ટ' બન્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, આ યોજના સાથે કેન્દ્ર, રાજ્ય સરકાર અને પ્રશાસનિક અધિકારીઓએ ખભેખભા મિલાવીને કાર્ય કરતાં આ યોજના સૌથી વધુ સફળ સાબિત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા પુરીએ જણાવ્યું કે, સુરતે શહેરે સ્માર્ટ સિટી યોજનાને જનસુખાકારીના ધ્યેય સાથે જમીન પર ઉતારીને યથાર્થ રીતે લાગુ કરી છે. 
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીઓ સંદેશ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાનએ વર્ષ ૨૦૧૫માં સ્માર્ટ સિટી મિશન શરૂ કરી શહેરોનો કાયાકલ્પ કરવાનું બીડું ઉઠાવ્યું છે. વધતા જતાં શહેરીકરણની સાથે અનેક પડકારો ઉભા થાય છે, પરંતુ વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિને અનુસરી પડકારો-મુશ્કેલીઓને અવસરમાં પરિવર્તિત કરવાનો ગુજરાતનો મિજાજ છે. મુખ્યમંત્રીએ આ સમીટના સફળ આયોજન બદલ સુરત મહાનગરપાલિકા અને શહેરી વિકાસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં.
Tags :
GujaratFirstnationalsummiSmartCitySurat
Next Article