દાદરના સ્વામિનારાયણ મંદિર દ્વારા વ્યસનમુક્તિ ઝૂંબેશની શરુઆત
દાદરના બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરના બાળકો દ્વારા વ્યસનમુક્તિ ઝૂંબેશની શરુઆત કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે દાદર સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશિષ્ટ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો દ્વારા વ્યસનમુક્તિ ઝૂંબેશની શરુઆત કરવામાં આવી છે. ધોમધખતા તાપમાં આ બાળકો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, દવાખાના, રિક્ષા સà
દાદરના બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરના બાળકો દ્વારા વ્યસનમુક્તિ ઝૂંબેશની શરુઆત કરવામાં આવી છે.
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે દાદર સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશિષ્ટ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો દ્વારા વ્યસનમુક્તિ ઝૂંબેશની શરુઆત કરવામાં આવી છે. ધોમધખતા તાપમાં આ બાળકો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, દવાખાના, રિક્ષા સ્ટેન્ડ, પોલીસ ચોકીઓ, દુકાનો અને મેડીકલ સ્ટોર સહિતના સ્થળોએ જઇને લોકોને વ્યસન મુકત કરાવી રહ્યા છે.
દાદર સ્વામિનારાયણ મંદિરના પ્રીતમ સ્વામીએ આ અંગે જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને વ્યસનમુક્ત સમાજ ખુબ ગમતો હતો અને તેઓ વ્યસ્ત હોવા છતાં લોકો માટે વ્યસનમુક્તિ માટે કલાકોનો સમય કાઢતા હતા. તેમાંથી પ્રેરણા લઇને આ બાળકો આજે ઠેર ઠેર નીકળી પડયા છે. ભગવાનની મૂર્તિ, જળ, કંકુ વગેરેથી પૂજન અને ચાંદલો કરી લોકોનો સંપર્ક કરે છે અને તે લોકોનું મનોબળ વધે તે માટે પ્રાર્થના કરે છે.
Advertisement