Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ જીવનની જંગ હાર્યા, બોલિવૂડમાં શોકની લહેર

મનોરંજન જગત તેમજ સમગ્ર ભારત માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દેશના જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) નું નિધન થયું છે. તેઓ 42 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. એવા અહેવાલ હતા કે, જીમમાં કસરત કરતી વખતે તે પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે એઈમ્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા.બોલિવૂડમાં શોકની લહેરરાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ના નિધનથી બોલિવૂડ અને àª
કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ જીવનની જંગ હાર્યા  બોલિવૂડમાં શોકની લહેર
મનોરંજન જગત તેમજ સમગ્ર ભારત માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દેશના જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) નું નિધન થયું છે. તેઓ 42 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. એવા અહેવાલ હતા કે, જીમમાં કસરત કરતી વખતે તે પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે એઈમ્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા.
બોલિવૂડમાં શોકની લહેર
રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ના નિધનથી બોલિવૂડ અને ટીવી જગત શોકમાં છે. ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર કોમેડિયનને ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજુના પરિવારમાં તેની પત્ની શિખા, પુત્રી અંતરા, પુત્ર આયુષ્માન, મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવ, નાનો ભાઈ દીપુ શ્રીવાસ્તવ, ભત્રીજા મયંક અને મૃદુલ છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારની વાત કરીએ તો 1993માં તેમણે શિખા શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે બાળકો છે. તેમના પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા છે.
Advertisement

દિલ્હીની AIIMS મા હતા દાખલ
કોમેડી જગતના મોટા નામોમાં રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)નું નામ પણ સામેલ છે. રાજુ શ્રીવાસ્તવ સ્ટેન્ડ અપ કોમેડી (Stand up Comedy) દ્વારા લોકોને હસાવ્યા છે. રાજુ શ્રીવાસ્તવે ઘણા ટીવી અને સ્ટેજ શોમાં કામ કર્યું છે. કોમેડિયન, ટીવી સેલિબ્રિટી ઉપરાંત રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા પણ હતા. 10 ઓગસ્ટના રોજ જિમમાં વર્કઆઉટ દરમિયાન અચાનક તેઓ બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMS મા દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોતાના કૌશલ્યથી લોકોને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે. રાજુ શ્રીવાસ્તવ, 59 વર્ષના હતા. આ સિવાય તે લક્ઝરી લાઈફનો શોખ પણ રાખતા હતા. 
તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો
રાજુ શ્રીવાસ્તવે ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું છે. રાજુએ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક નીચે પડી ગયા અને બેહોશ થઈ ગયા હતા. કાર્ડિયાક અરેસ્ટ બાદ રાજુ શ્રીવાસ્તવના મગજ પર પણ તેની અસર પડી હતી, જેના કારણે તેમના મગજને નુકસાન થયું હતું. રાજુની એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં હૃદયના મોટા ભાગમાં 100% બ્લોકેજ જોવા મળ્યું હતું. દરમિયાન સમાચાર મળ્યા હતા કે રાજુનું મગજ કામ કરતું ન હતું.
રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ
જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે. તેમનો જન્મ 1963માં ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયો હતો. અંગત જીવનની વાત કરીએ તો રાજુ શ્રીવાસ્તવનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયો હતો. તેમના પિતા રમેશ શ્રીવાસ્તવ કવિ હતા, જે નાના ગામડાના કાર્યક્રમોમાં મિમિક્રી કરતા હતા. એવું કહેવાય છે કે રાજુને આ પ્રતિભા તેમના પિતા પાસેથી મળી હતી. જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે કોમેડીની દુનિયામાં કરિયર બનાવવાનું વિચાર્યું અને મુંબઈ આવી ગયા હતા.
દાઉદ તરફથી મળી હતી ધમકી
કોમેડી કરી લોકોને હસાવતા રાજુને એક વખત  દાઉદ ઈબ્રાહિમ પર જોક્સ કહેવા માટે ધમકીઓ પણ મળી હતી. વર્ષ 2010માં રાજુએ દાઉદ પર કેટલાક જોક્સ કહ્યા હતા જે ઝડપથી વાયરલ થયા હતા, આવી સ્થિતિમાં જ્યારે તેમની ક્લિપ વાયરલ થઈ ત્યારે તેમને પાકિસ્તાન તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. માત્ર રાજુ જ નહીં પરંતુ તેમના પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી રહી હતી. જોકે, રાજુ આનાથી ગભરાયા ન હોતા, પરંતુ જ્યારે તેમના સેક્રેટરી રાજેશ શર્માને પણ ધમકીઓ મળવા લાગી ત્યારે તેમણે પોલીસ સુરક્ષા લીધી હતી.
ઘરમાં હતો ખૂબ તણાવ
એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોમેડી કરવાનો તેમનો શોખ હતો, પરંતુ તેમના પરિવારના સભ્યો આ કામથી ખૂબ નારાજ હતા. કારણ કે શ્રીવાસ્તવ પરિવારમાં દરેક વ્યક્તિ ભણેલો હતો અને સરકારી નોકરી કરતો હતો. તેથી જ પરિવારને આશ્ચર્ય થયું કે તેઓ પછી શું કરશે. ઘરમાં ચાલી રહેલા તણાવને કારણે રાજુ ઘરના સભ્યોથી અલગ રહેવા લાગ્યા હતા. આ પછી તેમણે કોમેડી શો વિશે માહિતી કાઢવાનું શરૂ કર્યું અને તેમને ખબર પડી કે આ શ્રેષ્ઠ કામ છે.
1988 મા તેઝાબમાં મળ્યો હતો નાનો રોલ
રાજુની કારકિર્દીમાં વળાંક 1988મા આવ્યો, જ્યાં તેમને અનિલ કપૂરની તેઝાબમાં નાનો રોલ મળ્યો હતો. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તમામમાં તેમનો રોલ નાનો હતો. તેમણે શક્તિમાન અને અદાલત જેવા પ્રખ્યાત ટીવી શોમાં પણ કામ કર્યું. વર્ષ 2005 તેમના માટે ખૂબ જ ખાસ હતું, જ્યાં તેમણે ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો હતો. આ પછી, તે ગજોધર નામથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને તેમને નવા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા.
The Great Indian Laughter Challenge થી મળી વાહવાહી
રાજુ શ્રીવાસ્તવને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ (The Great Indian Laughter Challenge) માં ખૂબ વાહવાહી મળી હતી. તેઓ આ દરમિયાન રાતો રાત લોકોના હ્રદયમાં કોમેડી કિંગ બની ગયા હતા. તેમની કોમેડીમાં એક કેરેક્ટર ગજોધર ભૈયાને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવનો પરિવાર આજે આલીશાન મકાનમાં રહે છે અને કરોડોની કિંમતની કાર પણ ધરાવે છે. 
રાજુ રિક્ષા ચલાવીને ખર્ચ કરતો હતો
તમે યુપીના સામાન્ય માણસમાંથી રાજુ શ્રીવાસ્તવના કોમેડી કિંગ બનવાની વાર્તા સાંભળી જ હશે. પરંતુ રાજુ શ્રીવાસ્તવ માટે ખ્યાતિ અને નામ મેળવવું એટલું સરળ નહોતું. રાજુ શ્રીવાસ્તવ જ્યારે એક નાનકડા શહેરમાંથી નીકળીને કોમેડિયન બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યા ત્યારે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ જેવા શહેરમાં તેમનો ખર્ચ ઘરેથી મોકલવામાં આવેલા પૈસામાં થઈ શકતો ન હતો. પોતાના ખર્ચને પહોંચી વળવા રાજુ શ્રીવાસ્તવ મુંબઈ આવ્યા અને ઓટો રિક્ષા ચલાવવા લાગ્યા હતા.
કરોડોની સંપત્તિના માલિક
રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવની પાસે લગભગ 15-20 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં તેમનું ઘર, કાર કલેક્શન અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. સમાચાર મુજબ રાજુ શ્રીવાસ્તવ લક્ઝરી કારના શોખીન હતા. તેમના કાર કલેક્શનમાં Audi Q7નો સમાવેશ થાય છે, જેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની કાર કલેક્શનમાં BMW 3 સિરીઝની કાર પણ છે, જેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 40 લાખ રૂપિયા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે ઈનોવા કાર પણ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજુની તબિયતને લઇને ફોન પર પુછ્યા હતા સમાચાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવની પત્ની સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાને રાજુ શ્રીવાસ્તવની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમને આર્થિક મદદની પણ ઓફર કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવને છેલ્લા 46 કલાકથી હોશ નથી આવ્યો. તેની હાલત અત્યંત નાજુક છે.  
Tags :
Advertisement

.