Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી, જીમ કરતા આવ્યો હાર્ટ એટેક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ટ્રેડ મિલ પર પડી ગયો અને ઘાયલ થયો. ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કાર્ડિયાક અરેસ્ટ પણ થયો છે અને તેમને બે વાર CPR આપવામાં આવ્યું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમમાં વર્કઆઉટ કરàª
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી  જીમ કરતા આવ્યો હાર્ટ એટેક
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ટ્રેડ મિલ પર પડી ગયો અને ઘાયલ થયો. ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

કાર્ડિયાક અરેસ્ટ પણ થયો છે અને તેમને બે વાર CPR આપવામાં આવ્યું 
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ટ્રેડ મિલ પર ઢળી પડ્યા હતા, મળતી માહિતી મુજબ તેમને એટેક આવ્યો છે. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  જાણવા મળ્યું છે કે પડી ગયા બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટ પણ થયો છે અને તેમને બે વાર CPR આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને બુધવારે સવારે હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે તે ટ્રેડમિલ પર કસરત કરતી વખતે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થતા અને તે ઢળી પડ્યાં હતાં. ત્યાં હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં પહોંચ્યા. અહીં તરત જ કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટરોએ તેમને CPR આપ્યું, ત્યારપછી તેમની તબિયતમાં સુધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
ચાહકો પ્રાર્થના કરી રહ્યાં છે
AIIMSના કાર્ડિયોલોજીમાં ડૉક્ટરો તેમની સારવારમાં વ્યસ્ત છે, જ્યારે તેમના કરોડો ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત છે. યુપીના કાનપુરના રહેવાસી રાજુ શ્રીવાસ્તવ પોતાની ખાસ સ્ટાઈલ અને લોકોને ખૂબ જ સરળતા સાથે રોલ કરવા માટે કરોડો લોકોના ખૂબ જ પસંદ છે. ટીવી શો, સ્ટેજ શો સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રાજુ પણ ભાજપના નેતા છે
પ્રખ્યાત હાસ્ય કલાકાર હોવા ઉપરાંત, 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા પણ છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. અગાઉ તેઓ સમાજવાદી પાર્ટીમાં પણ હતા.
Advertisement
Tags :
Advertisement

.