Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોમેડિયનની સ્થિતિ અત્યંત નાજુક, ડોક્ટરે કહી આ વાત

ગજોધરના કેરેક્ટરથી પ્રખ્યાત બનેલા અને લોકોને હસાવનારા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava)ની સ્થિતિ ફરીવાર બગડી છે. અગાઉ તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી હતી પરંતુ થોડાં સમય બાદ તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. ડૉક્ટરો પ્રમાણે હાલ તેમની સ્થિતિ ઘણી નાજુક છે. રાજૂ શ્રીવાસ્તવને જ્યારથી હાર્ટ એટેક આવ્યો છે ત્યારથી તેમને હોશ નથી આવ્યો. ડોક્ટરોની ટીમ તેમની હેલ્થ પર સતત નજર રાખી à
10:24 AM Aug 18, 2022 IST | Vipul Pandya
ગજોધરના કેરેક્ટરથી પ્રખ્યાત બનેલા અને લોકોને હસાવનારા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava)ની સ્થિતિ ફરીવાર બગડી છે. અગાઉ તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી હતી પરંતુ થોડાં સમય બાદ તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. ડૉક્ટરો પ્રમાણે હાલ તેમની સ્થિતિ ઘણી નાજુક છે. રાજૂ શ્રીવાસ્તવને જ્યારથી હાર્ટ એટેક આવ્યો છે ત્યારથી તેમને હોશ નથી આવ્યો. ડોક્ટરોની ટીમ તેમની હેલ્થ પર સતત નજર રાખી રહી છે.
રાજૂ શ્રીવાસ્તવને (Raju Srivastava) હોસ્પટલમાં એડમીટ કર્યાંને એક સપ્તાહથી વધારે સમય થઈ ચુક્યો છે પરંતુ તેમને હજુ સુધી હોશ આવ્યો નથી. તેમના હાર્ટ એર પલ્સ લગભગ સામાન્ય કામ કરી રહ્યાં હતા. પરંતુ મગજના એક ભાગમાં ઈજાના નિશાન છે. જે મગજમાં ઓક્સિજન નહી પહોંચવાને લીધે થયાં છે. ગત શુક્રવારે રાજૂ શ્રીવાસ્તવનો MRI કરાવવામાં આવ્યો હતો. જેમાં માથાના સૌથી ઉપરના હિસ્સાના મગજના ભાગમાં કેટલાક ડાઘા જોવા મળ્યા છે. ડોક્ટરો પ્રમાણે આ ઈજાના નિશાન છે.
એમ્સમાં એડમીટ રાજૂ શ્રીવાસ્તના સ્વાસ્થ્યને (Raju Srivastava Health) લઈને આવેલી આ અપડેટ ચિંતાજનક છે. તેમના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાનું કહેવું છે કે, આજે સવારે ડોક્ટરોએ જાણકારી આપી છે કે, રાજૂનું બ્રેઈન કામ નથી કરી રહ્યું. તેઓ લગભગ ડેડની સ્થિતિમાં છે. હાર્ટમાં પ્રોબ્લેમ છે. અમે હેરાન છીએ સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીની (Delhi) એક હોટલના જીમમાં એક્સરસાઈઝ કરતા કાર્ડિયક અરેસ્ટ થયો હતો. જે બાદથી તેઓ દિલ્હીના એમ્સમાં એડમીટ છે. રાજૂ શ્રીવાસ્તવને છેલ્લા 8 દિવસોથી હોશ આવ્યો નથી. ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે.
Tags :
criticalGujaratFirstRajuSrivastavaRajuSrivastavaHealth
Next Article