Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છ કલેક્ટરે ઉતાવળે ટ્વીટ કરી દીધું કે શું? ગાંધી નિર્વાણ દિવસે ગાંધીજીને જ ભૂલ્યા બાદમાં ટ્વીટ સુધાર્યું

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની આજે પુણ્યતિથિ  છે. આજના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી અને આ દિવસને સમગ્ર દેશમાં શહીદ દિવસ (Martyrs Day) તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે અનેક લોકોએ મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) શ્રદ્ધાંજલી આપી છે પણ કચ્છના કલેક્ટરે કંઈ પણ જાણ્યા વિના ટ્વીટ કર્યું હોય તેમ ગાંધી નિર્વાણ દિવસે સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહિદોને શ્રદ્ધાંજલી આપી દીàª
કચ્છ કલેક્ટરે ઉતાવળે ટ્વીટ કરી દીધું કે શું  ગાંધી નિર્વાણ દિવસે ગાંધીજીને જ ભૂલ્યા બાદમાં ટ્વીટ સુધાર્યું
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની આજે પુણ્યતિથિ  છે. આજના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી અને આ દિવસને સમગ્ર દેશમાં શહીદ દિવસ (Martyrs Day) તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે અનેક લોકોએ મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) શ્રદ્ધાંજલી આપી છે પણ કચ્છના કલેક્ટરે કંઈ પણ જાણ્યા વિના ટ્વીટ કર્યું હોય તેમ ગાંધી નિર્વાણ દિવસે સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહિદોને શ્રદ્ધાંજલી આપી દીધી, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધા સુમન આપવામાં આવે તેમાં કોઈ વાંધો હોય જ ના શકે પરંતુ કચ્છ કલેક્ટરે આ ટ્વીટમાં (Tweet) ગાંધીજીને યાદ કરવાનું જ ભૂલી ગયા બાદમાં એક ટ્વીટર યૂઝરે કાન અમળતા ભૂલનું ધ્યાન દોર્યાં બાદ અંતે ભૂલ સુધરી હતી.
પહેલું ટ્વીટ
કચ્છના કલેકટર દિલીપકુમાર રાણાએ કલેક્ટર કચેરીએ આજના દિવસે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. આ ક્ષણના ફોટા તેમણે ટ્વીટરમાં શેર કરી લખ્યું કે, 'આજરોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડવામાં (પાળવામાં) આવ્યું.' સાથે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યના ચીફ સેક્રેટરીને ટેગ કર્યાં હતા.
ભૂલનું ધ્યાન દોરતા નવું ટ્વીટ
પણ ટ્વીટના થોડાં સમય બાદ નારણભાઈ ગઢવી નામના ટ્વીટર યૂઝરે મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યના ચીફ સેક્રેટરી અને માહિતી વિભાગ કચ્છને ટેગ કરીને કમેન્ટ કરી કે, સાહેબ આજના દિવસ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી એટલે શહીદ દિવસ મનાય છે.  માહિતીમાં સુધાર  કરવામાં આવે. જે બાદ ભૂલ ધ્યાને આવતા આ ટ્વિટ ડિલીટ કરી અને અન્ય ટ્વિટ કરવામાં આવ્યું હતું.
Advertisement

ભારતમાં મનાવવામાં આવતા શહિદ દિવસ
સ્વાતંત્ર્ય સંગામના શહીદોનું બલિદાન અમુલ્ય છે ત્યારે આપને જણાવી દઈકે ભારતમાં એક દિવસ જ નહી પરંતુ ઘણાં દિવસોને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં એવા ઘણાં દિવસો છે જેને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
  • 23 માર્ચ - ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી તે દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે
  • 21 ઓક્ટોબર - પોલીસ શહીદ દીન
  • 17 નવેમ્બર -  ઓડિશામાં પંજાબ કેસરી લાલા લાજપતરાયની પુણ્યતિથિ શહીદ દિવસ તરીકે ઉજવાય છે
  • 24 નવેમ્બર - ગુરૂ તેગબહાદુરની સ્મૃતિમાં
  • 30 જાન્યુઆરી - ગાંધી નિર્વાર્ણના આ દિવસને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે
  • 14 ફેબ્રુઆરી - ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 41 જવાનોની સમૃતિમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.