બંગાળમાં કોલ્ડ ડ્રિંકની કંપનીમાં એમોનિયા ગેસનું ગળતર થતા મચી અફરાતફરી, ઘણા બીમાર
પશ્ચિમ બંગાળના (West Bengal)નરેન્દ્રપુર સ્થિત ફેક્ટરીમાં (Narendrapur Factory)સોમવારે ગેસ લિકેજ થયો છે. તીવ્ર ગૂંગળામણની ગંધ આપતો આ ગેસ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરવા લાગ્યો છે. ગેસ લીકેજને કાબુમાં લેવા ફાયર ફાઈટરને ઘટનાસ્થળે મોકલાયા હતા. આ ઘટનામાં ફાયર ફાઈટર વિભાગના બે કર્મીઓ બીમાર પડ્યાં હતાઘણા લોકો બીમાર પડ્યાં હોવાનો દાવો એમોનિયા ગેસ લીક થયો હોવાનું કહેવાય છે. ગેસ ગળતરની ઘટના સાંજે ચાર વાગ્
03:07 PM Nov 21, 2022 IST
|
Vipul Pandya
પશ્ચિમ બંગાળના (West Bengal)નરેન્દ્રપુર સ્થિત ફેક્ટરીમાં (Narendrapur Factory)સોમવારે ગેસ લિકેજ થયો છે. તીવ્ર ગૂંગળામણની ગંધ આપતો આ ગેસ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરવા લાગ્યો છે. ગેસ લીકેજને કાબુમાં લેવા ફાયર ફાઈટરને ઘટનાસ્થળે મોકલાયા હતા. આ ઘટનામાં ફાયર ફાઈટર વિભાગના બે કર્મીઓ બીમાર પડ્યાં હતા
ઘણા લોકો બીમાર પડ્યાં હોવાનો દાવો
એમોનિયા ગેસ લીક થયો હોવાનું કહેવાય છે. ગેસ ગળતરની ઘટના સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે ગેસ લીકેજની ચપેટમાં આવતા કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે. નરેન્દ્રપુર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે છે. તેમજ ફેક્ટરી પાસે અનેક એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે. અધિકારીઓ ગેસ ગળતરને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ઓછામાં ઓછા 4થી 5 લોકો બીમાર પડ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મજૂરોને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યાં
ગેસ ગળતરને કારણે થતી મોટી જાનહાની ટાળવા માટે તમામ મજૂરોને ફેક્ટરીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતા તથા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો છંટકાવ શરુ કરી દેવાયો હતો.
એમોનિયા ગેસ શ્વાસમાં જાય તો શું થઈ શકે
એમોનિયા ગેસ ઝેરી છે અને તે ફેફસાને નુકશાન પહોંચાડી શકે છે. તે ઉપરાંત તે ચામડી અને આંખોને પણ ગંભીર નુકશાન કરી શકે છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article