Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં કોલસાની કટોકટી વધી રહી છે, લગભગ 30% થર્મલ પ્લાન્ટમાં 10% કરતા ઓછો કોલસો

દેશના ઘણા મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાના સંકટનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ 19 એપ્રિલ, 2022 સુધી દેશના લગભગ 30% થર્મલ પાવર પ્લાન્ટમાં 10% અથવા તેનાથી ઓછો કોલસો બચ્યો હતો. આ કારણે દેશના ઘણા ભાગોમાં માગ વધવાને કારણે વીજ પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. દેશમાં કોલસાનું સંકટ ઘેરૂ બની રહ્યું છે. વીજળીની માંગ વધી રહી છે પરંતુ કોલસાની અછતને કારણે વીà
ભારતમાં કોલસાની કટોકટી વધી રહી છે  લગભગ 30  થર્મલ પ્લાન્ટમાં 10  કરતા ઓછો કોલસો
દેશના ઘણા મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાના સંકટનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ 19 એપ્રિલ, 2022 સુધી દેશના લગભગ 30% થર્મલ પાવર પ્લાન્ટમાં 10% અથવા તેનાથી ઓછો કોલસો બચ્યો હતો. આ કારણે દેશના ઘણા ભાગોમાં માગ વધવાને કારણે વીજ પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. દેશમાં કોલસાનું સંકટ ઘેરૂ બની રહ્યું છે. વીજળીની માંગ વધી રહી છે પરંતુ કોલસાની અછતને કારણે વીજળીનું ઉત્પાદન ખોરવાઈ રહ્યું છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના દૈનિક કોલ સ્ટોક રિપોર્ટ અનુસાર 19 એપ્રિલ 2022ના રોજ દેશના 164 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી, 27 થર્મલ પાવર પ્લાન્ટમાં માત્ર 0% થી 5% કોલસાનો સ્ટોક બચ્યો હતો જ્યારે 21 થર્મલ પાવર પ્લાન્ટમાં 6% થી 10% નોર્મેટીવ સ્ટોક સામે કોલસાનો સ્ટોક બાકી હતો. એટલે કે દેશના 164 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી 48 એટલે કે 29.26% પાસે 10% કે તેથી ઓછો કોલસો બચ્યો હતો.
દેશમાં સતત કોલસાની કટોકટી વધી રહી છે અને તેથી તેનો સામનો કરવાનો પડકાર પણ છે. કોલસાની કટોકટી એવા સમયે ઉભી થઈ છે જ્યારે દેશમાં વધી રહેલી ગરમી અને આર્થિક ગતિવિધિઓમાં ઝડપી વધારાને કારણે વીજળીની માગ પણ વધી રહી છે. કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર કોલસાની આયાતમાં ઘટાડો કોલસા સંકટ પાછળનું સૌથી મોટું કારણ છે. કોલસા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોલસાની કુલ જરૂરિયાતના 20% કરતાં થોડી વધુ જરૂરિયાત ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો વધુ મોંઘો થયો છે. જેના કારણે કોલસાની આયાતકારોએ આયાત ઘટાડી દીધી છે. જોકે, હાલના સમયમાં કોલ ઈન્ડિયા અને તેની સહાયક કંપનીઓએ કોલસાનું ઉત્પાદન વધાર્યું છે.
બુધવારે કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, 'કોલ ઈન્ડિયા લિમિટેડ અને અન્ય કેપ્ટિવ બ્લોક્સ પાસે 72 મેટ્રિક ટન કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. એપ્રિલ મહિનામાં જ કોલસાના ઉત્પાદનમાં 27%નો વધારો થયો છે અને થર્મલ પાવર સ્ટેશનોના પુરવઠામાં ગયા વર્ષની સરખામણીમાં 14%નો વધારો થયો છે. પરંતુ તેમ છતાં કોલસાની આયાતમાં પડેલી અછતની ભરપાઈ કરવામાં આવી રહી નથી. કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે અને સરકાર માટે તેનો સામનો કરવો સરળ રહેશે નહીં.
Advertisement
Tags :
Advertisement

.