Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બંગાળી અભિનેતા અભિષેક ચેટર્જીનું નિધન, CM મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

બંગાળી સિનેમાના જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ બંગાળી અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.અભિષેક ચેટર્જીએ પ્રસૂજીત ચેટર્જી અને સંધ્યા મુખર્જી સાથે તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાના અવસાનથી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.બંગાળી સિનેમાના જાણાતા અભિનેતાઓમાંના એકકોલકાતાના બારાનગરમાં જન્મેલા અભિષેક ચેટર્જીની માત્ર 57 à
07:52 AM Mar 24, 2022 IST | Vipul Pandya
બંગાળી સિનેમાના જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ બંગાળી અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.અભિષેક ચેટર્જીએ પ્રસૂજીત ચેટર્જી અને સંધ્યા મુખર્જી સાથે તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાના અવસાનથી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બંગાળી સિનેમાના જાણાતા અભિનેતાઓમાંના એક
કોલકાતાના બારાનગરમાં જન્મેલા અભિષેક ચેટર્જીની માત્ર 57 વર્ષની વયે દુનિયામાંથી વિદાય દરેકને દુઃખી કરી રહી છે. તેઓ બંગાળી સિનેમાના એવા અભિનેતાઓમાંના એક હતા, જેમને હજુ ઘણું કરવાનું હતું. પરંતુ કહેવાય છે કે અનહોનીને કોઇ ટાળીન શકે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતાં. ઘણાં દિવસોથી તે જીવન અને મૃત્યુ વચ્ચેની મોટી લડાઈ લડી રહ્યા હતા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

'પાથભોલા' બંગાળી ફિલ્થી ડેબ્યૂ
અભિષેક ચેટર્જીના ફિલ્મી ગ્રાફ પર નજર કરીએ તો તેણે ફિલ્મ પાઠભોલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેનું નિર્દેશન તરુણ મજમુદારે કર્યું હતું. સિનેમા પ્રેમીઓને આ ફિલ્મમાં તેમનો અભિનય ઘણો પસંદ આવ્યો  હતો. આ તો માત્ર શરૂઆત હતી. આ પછી અભિષેકે  સખત મહેનત શરૂ કરી. આ પછી અભિષેકે પોતાની મહેનત અને ક્ષમતાના બળ પર સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી.
 
ઘણી બંગાળી ફિલ્મોમાં ઝળક્યા
અભિષેક ચેટર્જીએ પ્રસૂનજૂત ચેટર્જી અને સંધ્યા મુખર્જી સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાના અવસાનથી બંગાળી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પથમોલ બાદ અભિષેક ચેટર્જીએ ફિરીયે દાવ, જમાઇબાબૂ, દહન, નયનેર આલો, બારીવાલી, મધુર મિલન, માયેર આંચલ, આવો ઓર વાન જેવી ઘણી બંગાળી ફિલ્મોમાં નજરે પડ્યાં હતાં. અભિનયની સાથે અભિષેક અભ્યાસમાં પણ હોશિયાર હતા. અભિનેતાએ કોલકાતા યુનિવર્સિટીની સેઠ આનંદરામ જયપુરિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
Tags :
abhishekbenarjeebangalifilmsGujaratFirstmamtabenarjee
Next Article