Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો માન્યો આભાર

આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં (Gujarat Election Resul)tભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે (CR Paatil)ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્રભાઈ મોદી છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે  શું કહ્યું પ્રદેશ પ્રમુખશ્રીએ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પ
08:12 AM Dec 08, 2022 IST | Vipul Pandya
આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં (Gujarat Election Resul)tભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે (CR Paatil)ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્રભાઈ મોદી છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે  
શું કહ્યું પ્રદેશ પ્રમુખશ્રીએ 
પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.
ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે. Apmc કિસાન મંડીના આધુનિકરણ માટે ૧૦ હજાર કરોડ ખર્ચવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરીશું. સંકલ્પ પત્ર ભાજપની પ્રતિબંધતા દર્શાવે છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસનો મંત્ર આપ્યો તે ચરિતાર્થ કરીશું, આગલા ૨૫ વર્ષ દેશ માટે અમૃત કાળ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે.જેમાં ભાજપ 158, કોંગ્રેસ 16, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે.  ગુજરાતની અનેક બેઠક પર અણધાર્યા પરિણામો આવી રહ્યા છે અને હાલનું વલણ જોતાં લાગી રહ્યું છે છે ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. આ સાથે જ કોંગ્રેસ માટે અનેક સીટ પરથી માઠા સમાચાર આવી રહ્યા છે. 


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPchiefCRPaatilCMBhupendraPatelElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article