Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

ભીષણ ગરમીનો સામનો કરી રહેલ લોકો માટે ભારતીય હવામાન વિભાગનુ આ લેટેસ્ટ ટ્વિટ ઘણુ રાહતભર્યુ હોઈ શકે છે. જેમાં તેમણે કહ્યુ છે કે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ભારતના ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ થવાના અણસાર છે. દિલ્લી, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આંધી-વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યુ કે આવુ એક બંગાળની ખાડી પર
12:22 PM May 04, 2022 IST | Vipul Pandya

ભીષણ ગરમીનો સામનો કરી રહેલ લોકો
માટે ભારતીય હવામાન વિભાગનુ આ લેટેસ્ટ ટ્વિટ ઘણુ રાહતભર્યુ હોઈ શકે છે
. જેમાં તેમણે કહ્યુ છે કે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ભારતના ઘણા
રાજ્યોમાં જોરદાર વરસાદ થવાના અણસાર છે. દિલ્લી
, પંજાબ,
હરિયાણા, યુપી, બિહાર,
ગુજરાત, રાજસ્થાન, એમપી,
છત્તીસગઢ, હિમાચલ અને ઉત્તરાખંડમાં
આંધી-વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યુ કે આવુ એક બંગાળની ખાડી
પર બનેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંભવ બન્યુ છે. 
હવામાન
વિભાગે એ પણ કહ્યુ છે કે આજે અને કાલે હીટવેવ નહિ થાય. જેનાથી લોકોને ગરમ પવનોનો
સામનો નહિ કરવો પડે. જો કે
, તેણે એ જરુર કહ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ઘટ્યા બાદ જરુર એક વાર ફરીથી પારો ચડશે અને લોકોને ગરમીનો સામનો કરવો પડશે. 


આઈએમડીના
જણાવ્યા મુજબ આજે દક્ષિણ અંદમાન સાગર અને આસપાસના વિસ્તારોમાં એક સાઈક્લોનિક
પ્રેશર પણ ડેવલપ બનતુ દેખાઈ રહ્યુ છે કે જે
6 મેના રોજ એક લો
પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે જેના કારણે દક્ષિણ અંદમાન સાગર આસપાસ ભીષણ વરસાદ થઈ
શકે છે. માટે આ પ્રેશર પર હવામાન વિભાગની નજર છે. 
હિમાચલમાં
આગલા ચાર દિવસ માટે મધ્યમથી તેજ વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આઈએમડીના
જણાવ્યા મુજબ આજે અહીંના ઘણા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને
ક્યાંક-ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે. માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર
કર્યુ છે. 

માત્ર હિમાચલ જ નહિ પરંતુ જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની સંભાવના
જોવા મળી રહી છે માટે અહીં પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.વળી, આસામ-મેઘાલય અને
નાગાલેન્ડ-મણિપુર
, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદના
અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં
આવ્યુ છે જ્યારે યુપીના ઘણા જિલ્લાઓમાં પણ આજે વરસાદના અણસાર છે. લખનઉ
, બનારસ, પ્રયાગરાજ, સુલતાનપુરમાં
ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. વળી
, બિહારમાં પણ પટના સહિત
ઘણા શહેરોમાં મેઘવર્ષા થઈ શકે છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.

 

Tags :
ClimateChangeGujaratFirstRainForecastWesternDisturbances
Next Article