Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષ 2022નું બજેટ કલાઇમેટ ચેન્જ માટે અસરકારક થશે સાબિત?

ઘણાં ઓછા લોકોએ એ વાતની નોંધ લીધી હશે કે, ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું આ વર્ષનું બજેટ ભારતની લાંબાગાળાની કલાઇમેટ ચેન્જ નીતિઓ માટે પથદર્શક તરીકે યાદ રાખવામાં આવશે. આ વર્ષના બજેટને ભવિષ્યના 25 વર્ષના અગત્યના આયોજન તરીકે અમૃતકાળના કાયાકલ્પ તરીકે દર્શાવાયુ છે. વૈશ્વિક કક્ષાએ ભારત જયારે નવી નિતીગત બાબતોની આગેવાની કરી રહયું છે ત્યારે વિશ્વગુરૂ બનવાનો રાજમાર્ગ તૈયાà
વર્ષ 2022નું બજેટ કલાઇમેટ ચેન્જ માટે અસરકારક થશે સાબિત

ઘણાં ઓછા લોકોએ એ વાતની નોંધ લીધી હશે કે, ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું આ વર્ષનું બજેટ ભારતની લાંબાગાળાની કલાઇમેટ ચેન્જ નીતિઓ માટે પથદર્શક તરીકે યાદ રાખવામાં આવશે. આ વર્ષના બજેટને ભવિષ્યના 25 વર્ષના અગત્યના આયોજન તરીકે અમૃતકાળના કાયાકલ્પ તરીકે દર્શાવાયુ છે. વૈશ્વિક કક્ષાએ ભારત જયારે નવી નિતીગત બાબતોની આગેવાની કરી રહયું છે ત્યારે વિશ્વગુરૂ બનવાનો રાજમાર્ગ તૈયાર થઇ રહયો હોય તેવું ચોકકસ પણે જણાઇ રહયું છે. અને આ રાજ માર્ગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ એક્શનના આધારે તૈયાર થઇ રહ્યો છે.

Advertisement

PM મોદી નવેમ્બર 2021માં બ્રિટન ખાતે યોજાયેલા COP26ના તેમના ઉદ્બોધનમાં ભારતની કલાઇમેટ ચેન્જ અંગેની પ્રતિબદ્ધતા રજૂ કરીને વિશ્વના આધુનિક ગણાતા દેશોને પણ ચોકાવી દીધા હતાં. હવે આ બજેટમાં રજૂ કરાયેલ બાબતોને કારણે ભારતની પર્યાવરણીય પ્રતિબધ્ધતા વધુ મજબૂતી સાથે રજૂ થઇ છે. ભારતની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ કરીને હવેના રપ વર્ષએ ભારતની શતાબ્દી તરફની કૂચ છે ત્યારે ભારત ખરેખરની સ્વતંત્રતાની પ્રાપ્તી તરફની આગેકૂચ છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આઝાદી પછી પરતંત્ર રહ્યું છે. ભારતનું અરબો રૂપિયાનું વિદેશી હુંડીયામણ માત્ર પેટ્રોલીયમની આયાતોમાં જ ખર્ચાઇ ગઇ છે. ઉર્જા જરૂરિયાતોમાં  જો ભારત સંપૂર્ણ આત્મનિર્ભર બની જાય તો આ દેશનો સુવર્ણકાળ દૂર ના ગણી શકાય. આ બજેટમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા, નેટ ઝીરો, કાર્બન ન્યુટ્રાલીટી, બેટરી ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝીશન, સરકયુલર ઇકોનોમી વગેરે બાબતોને પ્રથમ વખત આટલું મહત્વ આપવામાં આવ્યું છે.

પુનઃ પ્રાપ્ય ઉર્જા
સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, બાયોમાસ, કચરામાંથી ઉર્જા જેવા સંસાધનોની ભારતમાં ભરપૂર સંભાવનાઓ રહેલી છે. હમણા સુધીમાં આ બધા ઉર્જા સ્ત્રોતો ખૂબ જ મોંઘા હતાં અને તેમાં પણ આપણે અન્ય દેશો પર વધારે પડતા નિર્ભર હતા. જયારે ર૦૧૪ પછી આ ક્ષેત્રમાં ભારતમાં અભૂતપૂર્વ કામ થયું છે. સોલર પેનલોના ઉત્પાદનમાં ભારતમાં નાની મોટી ૧૦૦ જેટલી કંપનીઓ કાર્યરત છે. પુનઃ પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧પ૦ ગીગાવોટ જેટલી થઇ ગઇ છે. તેને ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવાની નેમ છે. જે ગતી એ આ ક્ષેત્રમાં કામગીરી થઇ રહી છે અને આ સ્રોતો દ્વારા મળતી ઉર્જા કોલસા કરતા મળતી ઊર્જાથી સસ્તી થઇ છે તે જોતા એ સ્પષ્ટ જણાય છે કે આ બાબતમાં ભારત નોંધપાત્ર સફળતા મેળવશે. સરકારના ધણાં બધા આયોજનો પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપી રહયા છે. કચ્છના રણમાં જ આગામી દસ વર્ષમાં લગભગ ૧૦૦ થી ૧પ૦ ગીગાવોટ જેટલી પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા હાંસલ થશે. આ જ રીતે રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમીલનાડુ જેવા રાજયોમાં પણ પુનઃ પ્રાપ્ય ઉર્જાના ધરખમ પ્રોજેકટોમાં સફળતા પૂર્વક  કામગીરી થઇ રહી છે. સૌર ઉપકરણોના ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રોડકશન લીન્કડ ઇન્સેન્ટીવ માટે રૂા.૧૯૦૦૦ કરોડની વધારાની જોગવાઇ કરવામાં આવેલ છે.

Advertisement

ઉર્જાનો સંગ્રહ (બેટરી ટેકનોલોજી અને એનર્જી સ્ટોરેજ)

પુનઃ પ્રાપ્ય ઉર્જાના વપરાશનુ પ્રોત્સાહન આપવું હોય તો ઉર્જા સંગ્રહ એક ખૂબ જ અગત્યની બાબત છે. આવનારા વર્ષોમાં ઉર્જા સંગ્રહની વિવિધ ટેકનોલોજીઓ તેમાં ખાસ કરીને બેટરી ટેકનોલોજીનું મહત્વ વધવાનું છે. એનર્જી ટ્રાન્ઝીશન એટલે કે ઉર્જાના સ્ત્રોતોમાં પરિવર્તનની ઘટના જે ભારતને કોલસા અને પેટ્રોલીયમ જેવા પરંપરાગત સંસાધનોમાંથી પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોની આત્મનિર્ભરતા તરફ લઇ જવાનું છે ત્યારે ઉર્જા સંગ્રહ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાનું દિવસના ચોકકસ ભાગમાંજ ઉત્પાદન થાય છે. જયારે ઉર્જાની વપરાશ ર૪ કલાક ચાલુ રહે છે. તે માટે ઉર્જાનો સંગ્રહ જરૂરી છે. ઇલેકટ્રીક વાહનોને અપનાવવા માટે પણ બેટરી ટેકનોલોજી મહત્વની છે. હાલના સમયમાં બેટરીનું ઉત્પાદન ભારતમાં ઓછા પ્રમાણમાં થાય છે. પરંતુ આવનારા સમયમાં ભારતના નામાંકિત ઉધોગગૃહો આ ઉધોગમાં આવી રહયા છે જેથી આ દિશામાં પણ ચોકકસ પણે ભારતની આત્મનિર્ભરતા વધશે.

ઇલેકટ્રીક વાહનો
 ઇલેકટ્રીક વાહનો માટે ભારત સરકારની ફ્રેમ-ર અંતર્ગત ત્રણ વર્ષમાં રૂ ૧૦ હજાર કરોડની નાણાંકીય સહાય તો અગાઉથી જ જાહેર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ઝીરો ફોસીલ ફયુઅલ પોલીસી અને જાહેર પરિવહનમાં ઇલેકટ્રીક વાહનોના વધારે ઉપયોગ દ્વારા આ ક્ષેત્રમાં ધીમી પણ નકકર ગતી એ ભારત આગેકુચ કરી રહ્યું છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપયોગ અને ઇલેકટ્રીક વાહનો તરફથી પ્રગતી ભારતને આવનારા દસ થી વીસ વર્ષમાં ઉર્જાની આયાતોમાં કાપ મૂકવામાં તથા પ્રાથમિક ઉર્જા જરૂરીયાતો માટે બીજા દેશો પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં ખૂબ જ અસરકારક બાબતો રહેવાની છે. આ બજેટમાં સનરાઇઝ ક્ષેત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અર્થતંત્રના ઉભરતાં ક્ષેત્રોમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સ્પેસ ટેકનોલોજી જીનોમ અને ફાર્મા, સેમી કન્ડકટર, રીમોર્ટ સેન્સીંગ આધારિત ભૂ-સર્વેક્ષણ, ડ્રોનની સાથો સાથ ગ્રીન ઉર્જા અને કલીન મોબીલીટીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની પાયાની બાબતો તરીકે ઓળખાવી છે જે આધુનિક ભારતીય અર્થતંત્રના નવા આયામો બનવાના છે.

Advertisement

કાર્બન ન્યુટ્રલ ઇકોનોમી

કાર્બન ન્યુટ્રલ ઇકોનોમી એટલે એવું અર્થતંત્ર કે જેમાં કાર્બન ઉત્સર્જન એક તબકકે શૂન્ય ના સ્તરે પહોંચે. ભારતે વર્ષ ર૦૭૦ સુધીમાં આ લક્ષ હાંસલ કરવાનું નકકી કર્યુ છે. તેને અનુરૂપ પુનઃ પ્રાપ્ય ઉર્જા ના ઉપયોગને સતત વધારતા જવા ઉપરાંત ઉર્જા કાર્યક્ષમતાને નક્કર સ્વરૂપ આપવા માટે વાણિજિયક મકાનોમાં ઉર્જા દક્ષતા વધે તે માટે એનર્જી સર્વીસ કંપનીઓ (એસ્કો) મારફત કામગીરી કરવામાં આવશે તે નોંધનીય જાહેરાત છે. ઉદ્યોગોમાં પણ એસ્કો  મોડલ હેઠળ ઉર્જા કાર્યક્ષમતાની કામગીરી ની તકો રહેલી છે. 

સરકયુલર ઇકોનોમી
સરકયુલર ઇકોનોમી એટલે એવી અર્થ વ્યવસ્થા જેમાં ચીજ-વસ્તુઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કોઇ પણ પ્રકારનો કચરો ઉત્પન્ન થતા કચરામાંથી તમામ ઉપયોગી ઘટકોના ફેર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં સરકારે ૧૦ જેટલી બાબતોને મહત્વ આપવાનું નકકી કર્યુ છે. જેમાં ઇલેકટ્રોનીક વેસ્ટ, જુના વાહનો, વપરાયેલુ તેલ, જોખમી કચરો વગેરે ક્ષેત્રોમાં સરકયુલર ઇકોનોમીની કાર્ય યોજના નકકી કરવામાં આવેલ છે. આ ક્ષેત્રોમાં જે અસંગઠીત ક્ષેત્રો છે તેને ટેકનોલોજી સાથે જોડીને તેને અર્થતંત્રની મુખ્યધારામાં લાવવાની યોજના છે. 

આમ વ્યાપક રીતે જોઇએ તો ઉર્જાથી લઇને કચરા સુધીના પર્યાવરણીય દ્રષ્ટીએ મહત્વના તમામ ક્ષેત્રોનું સુદ્રઢ આધુનિકી કરણ થાય તે માટે સરકારે આ બજેટ મારફતે એક ગંભીર પ્રયત્ન કર્યો છે. જે આવનારા સમયમાં નવી નોકરીઓ, રોજગારી, ટેકનોલોજીના સમન્વય અને રોકાણની તકો માટે ખરેખર ઉભરતાં ક્ષેત્રો છે. ભારત આ બાબતોમાં જેટલું વધારે આત્મનિર્ભર થશે અને આ બાબતોની તજજ્ઞતા હાંસલ કરી આ ક્ષેત્રોમાં આયાતી રાષ્ટ્રને બદલે નિકાસી રાષ્ટ્ર બનશે તો ૨૦૨૨ના  અમૃત મહોત્સવના તબકકાથી લઇને ર૦૪૭ના શતાબ્દી મહોત્સવના ગાળાને કદાચ સુવર્ણકાળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવશે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

કેન્દ્ર સરકારનું કોરોના મહામારી વચ્ચેનું આ બજેટ ખૂબ જ મહત્વ પૂર્ણ સાબિત થશે, કોરોનાના કારણે દેશની અર્થ વ્યવસ્થાને બેઠું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ પર્યાવરણને પણ કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે.   (શ્વેતલ શાહ સાથેની વાતચીતના આધારે. તેઓ કલાઈમેટ ચેન્જ વિભાગમાં  ટેકનિકલ એડવાઇઝર છે)
Tags :
Advertisement

.