Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ ગુરુકુલના ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ભક્તિનગર પોલીસ મથકની લીધી મુલાકાત

આમતો લોકો વિચારતા હોય છે પોલીસ સ્ટેશનનું પગથિયું કોઈ ન ચડાવે પણ આજે કંઈક સ્થિતિ અલગ છે. પોલીસ પ્રજાનો મિત્ર અંતર્ગત રાજકોટ ગોંડલ રોડ પર આવેલ ગુરુકુલના ધોરણ 7 ના 70 જેટલાં વિદ્યાર્થીઓ ભક્તિનગર પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. વિદ્યાર્થીઓ આવતાજ ભક્તિનગર પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા પોલીસ મથકની તમામ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી.વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી à
રાજકોટ ગુરુકુલના ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ભક્તિનગર પોલીસ મથકની લીધી મુલાકાત
Advertisement
આમતો લોકો વિચારતા હોય છે પોલીસ સ્ટેશનનું પગથિયું કોઈ ન ચડાવે પણ આજે કંઈક સ્થિતિ અલગ છે. પોલીસ પ્રજાનો મિત્ર અંતર્ગત રાજકોટ ગોંડલ રોડ પર આવેલ ગુરુકુલના ધોરણ 7 ના 70 જેટલાં વિદ્યાર્થીઓ ભક્તિનગર પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. વિદ્યાર્થીઓ આવતાજ ભક્તિનગર પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા પોલીસ મથકની તમામ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી.

વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અંગે સમજણ આપવામાં આવી 
પોલીસ મથકમાં આવતા ફરિયાદી પહેલા PSO પાસે જાય ત્યાં તેની ફરિયાદ અંગે જાણકારી કરવામાં આવે બાદમાં વિસ્તાર મુજબ જેતે પોલીસ ચોકી ના PSI અથવા ASIને તપાસ સોંપવામાં આવતી હોય છે વગેરે વગેરે.. વિદ્યાર્થીઓ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે  કેટલાક પોલીસ કર્મીઓએ ખાખી યુનિફોર્મ કેમ નથી પહેર્યો કેમ ? તેના જવાબ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સરવૈયાએ  જણાવ્યું કે પોલીસની અમુક કામગીરી સિવિલ ડ્રેસ પહેરીને કરવી પડતી હોય છે આરોપી ને પકડવા  પોલીસનો યુનિફોર્મ પહેરીને જાય તો આરોપી ભાગી જતા હોય છે. જેને લઇને અમુક કિસાઓમાં સિવિલ ડ્રેસ પહેરી જવું પડતું હોય છે તેવું તેમણે જણાવ્યું. 
વિદ્યાર્થીઓએ હથિયાર અંગે પણ મેળવી માહિતી 
ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હથિયાર અંગે પણ માહિતી મેળવવાામાં આવી હતી  વિદ્યાર્થીઓએ અથિયાર ઓપરેટીંગ અંગે પણ સવાલો કર્યા હતા જેમાં ગેસ ગન અને અલગ અલગ હથિયાર ક્યારે ઉપયોગ કરવામાં આવે તે અંગે પણ માહિતી આપવામાં આવી.  ભક્તિનગર પી.આઈ.મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા  વિદ્યાર્થીઓને કાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા.અને રસ્તામાં જતા હોવ ત્યારે કોઈ ઘટના ઘટી હોય તો  સીધું પોલીસ ને જાણ કરવું તેવી સમજ આપી. તેમણે વિદ્યાર્થીઓને બેડ ટચ અને ગુડ ટચ અંગે પણ માહિતગાર કર્યા અને ઓનલાઈન ફરિયાદ અંગે પણ માહિતગાર કર્યા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×