Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, પરિણામ જાણવા આ વેબસાઈટ પર કરો Click

ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે (ગુરુવાર) સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા તે વિદ્યાર્થીઓ માટે હતી કે જેઓ માર્ચ -2022માં 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હોય. આજે સવારે 8 વાગ્યે ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં જ્યા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા ત
ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર  પરિણામ જાણવા આ વેબસાઈટ પર કરો click
ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે (ગુરુવાર) સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા તે વિદ્યાર્થીઓ માટે હતી કે જેઓ માર્ચ -2022માં 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હોય. 
આજે સવારે 8 વાગ્યે ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં જ્યા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા તો સામાન્ય પ્રવાહનું 62.72 ટકા આવ્યું છે. જો તમે તમારું પરિણામ જાણવા માગો છો તો તમે GSEB.ORG પરથી જોઈ શકો છો. આપને જણાવી દઇએ કે, ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 
છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ધોરણ 12ની પૂરક પરીક્ષા બાદ પરિણામની રાહ જોઇ રહ્યા હતા તેમની રાહનો અંત આવ્યો છે. ગત મે મહિનામાં ધોરણ12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું. આ સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72 ટકા પરિણામ આવ્યું હતું. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. પરંતુ આ પરીક્ષામાં નાપાસ થયા હોય તેમના માટે પૂરક પરિક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ આજે સવારે આવી ગયું છે. 
Advertisement
Tags :
Advertisement

.