Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 4 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે રાત્રે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા પોલીસના જણાવ્યા અનુસાર,તેમને કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે તેમણે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાàª
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં સુરક્ષાદળો આતંકીઓ વચ્ચે ઘર્ષણ  4 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે રાત્રે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા પોલીસના જણાવ્યા અનુસાર,તેમને કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે તેમણે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.
પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી, પરંતુ તેઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન સુરક્ષા દળોએ મોરચો સંભાળીને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને એક આતંકીને ઠાર કર્યો. માર્યો ગયેલો આતંકી  હિઝબુલ મુજાહિદ્દીનનો હોવાની ખબર સામે આવી છે. 
બીજી તરફ પુલવામાના દ્રબગામ વિસ્તારમાં એક કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા.આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા ત્રણેય આતંકી સ્થાનિક છે, જેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તેમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે, જે 13 મેના રોજ શહીદ થયેલા રિયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો. કાશ્મીરના આઇજીપીએ  કહ્યું કે અન્ય બે આતંકીઓની ઓળખ પુલવામા જિલ્લાના ફાઝીલ નઝીર ભટ્ટ અને ઈરફાન મલિક તરીકે થઈ છે. સ્થળ પરથી બે એકે-47 રાઇફલ અને એક પિસ્તોલ સહિત આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો છે.
Advertisement
Tags :
Advertisement

.