Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CJI એન.વી. રમનાએ નુપુર શર્મા કેસમાં 'જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાન' મુદ્દે ચિંતા વ્યક્ત કરી

દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ ન્યાયતંત્રના પડકારો અને મીડિયાની જવાબદારી પર ટિપ્પણી કરતા ન્યાયતંત્રના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે એક ખોટી વાર્તા બનાવવામાં આવી છે કે ન્યાયાધીશોનું જીવન સરળ હોય છે પરંતુ તેઓ જીવનની ઘણી ખુશીઓ, કેટલીકવાર મહત્વપૂર્ણ પારિવારિક ઘટનાઓથી વેગળા હોય છે. નુપુર શર્મા કેસના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા CJIએ કહ્યું કે હાલમાં જજો વ
06:01 AM Jul 24, 2022 IST | Vipul Pandya
દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ ન્યાયતંત્રના પડકારો અને મીડિયાની જવાબદારી પર ટિપ્પણી કરતા ન્યાયતંત્રના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે એક ખોટી વાર્તા બનાવવામાં આવી છે કે ન્યાયાધીશોનું જીવન સરળ હોય છે પરંતુ તેઓ જીવનની ઘણી ખુશીઓ, કેટલીકવાર મહત્વપૂર્ણ પારિવારિક ઘટનાઓથી વેગળા હોય છે. નુપુર શર્મા કેસના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા CJIએ કહ્યું કે હાલમાં જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાન ચાલી રહ્યું છે. CJI NV રમણા શનિવારે રાંચીની નેશનલ યુનિવર્સિટી ઓફ સ્ટડી એન્ડ રિસર્ચ ઇન લો કોલેજમાં 'જસ્ટિસ ઓફ અ જજ' વિષય પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. CJIએ કહ્યું કે આજે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા લોકતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયા તપાસ કર્યા વિના 'કાંગારૂ કોર્ટ' ચલાવી રહ્યું છે.
ન્યાયાધીશો સામે ઝુંબેશ શરમજનક
સીજેઆઈએ, પ્રોફેટ મોહમ્મદ પર નુપુર શર્માની ટિપ્પણીના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જજો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભિયાન ચાલી રહ્યું છે. ન્યાયાધીશો તરત જ પ્રતિક્રિયા ન આપી શકે પરંતુ આને તેમની નબળાઈ અથવા લાચારી તરીકે ન લેવી જોઈએ.
કેટલીકવાર હું રાત્રે પણ સૂઈ શકતો નથી: CJI
દર અઠવાડિયે 100થી વધુ કેસની તૈયારી કરવી સરળ નથી. CJI રમણાએ કહ્યું કે નિર્ણય લખતી વખતે સ્વતંત્ર સંશોધન કરવું જરૂરી છે.  એક કોર્ટ પૂરી થાય અને તરત બીજા દિવસની તૈયારી શરૂ થઈ જાય છે. સતત કાર્યશીલ રહેવું પડે છે અમે સાપ્તાહિક રજાઓ દરમિયાન અને કોર્ટની રજાઓ દરમિયાન નિર્ણયો પર સંશોધન કરવાનું કામ કરીએ છીએ. કેટલીકવાર નિર્ણયો પર પુનર્વિચાર કરવા માટે ઉજાગરા કરવા પડે છે. હાલમાં ન્યાયાધીશો પર  હિંસક હુમલાની સંખ્યામાં વધારો થયો છો. 
મીડિયા 'કાંગારૂ કોર્ટ' ચલાવી રહ્યું છે
હું મીડિયાને, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી કરું છું. અમારી જેમ તમે પણ મહત્વના હિસ્સેદાર છો. મીડિયા તપાસ્યા વગર 'કાંગારૂ કોર્ટ' ચલાવી રહ્યું છે. કૃપા કરીને તમારા અવાજની શક્તિનો ઉપયોગ લોકોને શિક્ષિત કરવા અને રાષ્ટ્રને ઉત્સાહિત કરવા માટે કરો.  CJI NV રમણાએ ન્યાયતંત્રના પડકારો અને મીડિયાના કામ પર ટિપ્પણી કરતા ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નુપુર શર્મા કેસનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાન ચાલી રહ્યું છે.CJIએ વધુમાં કહ્યું કે જો આપણને વાઇબ્રન્ટ લોકશાહીની જરૂર હોય તો આપણે ન્યાયતંત્રને મજબૂત બનાવવાની અને ન્યાયાધીશોના સશક્તિકરણ કરવાની જરૂર છે. આ દિવસોમાં આપણે ન્યાયાધીશો પર શારીરિક હુમલાની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ, જે ચિંતાજનક છે.
 આ પણ વાંચો - 

1.5 લાખ પેન્શન, 8 રૂમનું મકાન અને સુરક્ષા... નિવૃત્તિ બાદ પૂર્વ રાષ્ટ્રપતિને મળે છે આજીવન આ સુવિધાઓ

Tags :
CJINVRamanaGujaratFirstMediatrialNationalNewsNupoorSharmasupremecourt
Next Article