Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી ફરી બેઠી થઈ જશે, અહીંની જનતા ખમીરવંતી છે.... ભારે હૈયે નગરવાસીઓએ કેન્ડલ માર્ચ યોજી

મોરબીનો ઝુલતો પુલ તૂટી જવાની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વિતી ચુક્યો છે. મૃતકઆંક ત્રણ ડિજિટમાં પહોંચી ચુક્યો છે. નાના બાળકો, મહિલાઓ સહિત 134 જેટલા લોકો મોતને ભેટ્યા છે ત્યારે રાજ્યભરમાંથી મોરબીની આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાજલી આપવામાં આવી રહી છે. આજે મોરબીના નગર દરવાજે મોરબીના કેન્ડલ સળગાળી મૃતકોને શ્રદ્ધાજલી પાઠવાઈ હતી. નગરજનોએ કેન્ડલ માર્ચ યોજી ઘટના સ્થળે પણ ગયા હતા. આ સમયે ગુજરàª
મોરબી ફરી બેઠી થઈ જશે  અહીંની જનતા ખમીરવંતી છે     ભારે હૈયે નગરવાસીઓએ કેન્ડલ માર્ચ યોજી
મોરબીનો ઝુલતો પુલ તૂટી જવાની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વિતી ચુક્યો છે. મૃતકઆંક ત્રણ ડિજિટમાં પહોંચી ચુક્યો છે. નાના બાળકો, મહિલાઓ સહિત 134 જેટલા લોકો મોતને ભેટ્યા છે ત્યારે રાજ્યભરમાંથી મોરબીની આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાજલી આપવામાં આવી રહી છે. આજે મોરબીના નગર દરવાજે મોરબીના કેન્ડલ સળગાળી મૃતકોને શ્રદ્ધાજલી પાઠવાઈ હતી. નગરજનોએ કેન્ડલ માર્ચ યોજી ઘટના સ્થળે પણ ગયા હતા. આ સમયે ગુજરાત ફર્સ્ટ સાથે લોકોએ વાતચીત કરી હતી.
મોરબીની જનતા ખમીરવંતી છે, આ શહેર ફરી બેઠું થઈ જશે
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં એક નાગરીકે જણાવ્યું હતું કે, મોરબીમાં જે આ ગોઝારો કાંડ બન્યો છે તેના દુ:ખનું કોઈ વર્ણન જ થઈ શકે તેમ નથી રજાના માહોલમાં કોઈ બેન પોતાના ભાઈના ઘરે, કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે આવ્યો હતો. નાના ભૂલકાઓ ભાણિયા-ભત્રીજાને પુલ પર લઈ જાય આવો સરસ મજાનો માહોલ હતો તેની વચ્ચે આ ગોઝારોકાંડ બન્યો છે. આના માટે જે જવાબદાર હતા તેના વિશે કંઈ કહેવા નથી માંગતો. મોરબીની ખમીરવંતી જનતામાં તાકાત છે. અહીં હિંદુ-મુસ્લિમ છે નહી અને આવશે પણ નહી. સૌએ સાથે મળીને બચાવ કામગીરી કરી જીવ બચાવ્યા. આ મોરબીની ખમીરવંતી જનતા છે, મોરબી ઉભુ થશે, મોરબી ફરી ઉભુ થઈ જશે પણ જેના બહેન-દિકરા ગયા છે, નાના ભુલકા ગયા છે તેની ખોટ ક્યારેય નહી ભૂલાય....
ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય
જયંતિભાઈએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સેંકડો લોકોના જીવ ગયા આ દુખદ ઘટનાથી દેશમાં હાહાકાર સર્જ્યો છે. આ દુર્ઘટના માનવસર્જીત છે. કેપેસિટિ કરતા વધારે લોકોને પુલમાં જવા દીધા. જવાબ કોણ આપશે? સરકારી સહાયથી જીવ પરત નથી આવવાના. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપે તેવી માંગ કરીએ છીએ અને મૃતકોના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, ગઈકાલે મોરબીમાં ગોજારો અકસ્માત બન્યો તેમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલી આપવા આવ્યા છીએ. નાના ભુલકાઓ પણ અમારી સાથે જોડાયા છે.

ચાંદનીબેન લિંબાસીયાએ જણાવ્યુ કે, જે લોકોએ જીવ ગુમાવ્યો તેમના આત્મનાની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. રૂવાડાં ઉભા થઈ જાય તેવી પરિસ્થિતિ છે.

ગાંધીનગર
ગાંધીનગર ખાતે ભાજપ યુવા મોરચા અને મનપા  દ્વારા મોરબી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગત આત્માની શાંતિ માટે  કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી
ભાવનગર
મોરબીમાં બનેલી ગોઝારી ઘટના પગલે શહેરના રૂપમ ચોક શહીદ ભગતસિંહ સ્મરક ખાતે કેડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ  પાઠવી હતી.
ક્ચ્છ
મોરબી પુલ દુર્ધટનામા મૃત્યુ પામેલ દિવંગતોને અંજલી અર્પણ કરવા ભુજના  હમિરસર તળાવ નજીક  ગાંધીજીની પ્રતિમા પાસે ક્ચ્છ યુવા ભાજપ અને મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.