Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થાળી ફોડીને મંજીરા કરવાના ગાંધીધામ નગરપાલિકાના કાર્ય સામે લોકોનો રોષ

કચ્છના આર્થિક પાટનગર અને ગુજરાતના આઠમા નંબરના મોટા શહેર ગાંધીધામમાં નગરપાલિકા સામે વ્યાપક ફરિયાદો છે. આ વચ્ચે નગરપાલિકાએ રસ્તાની સુવિધાથી ત્રસ્ત નાગરિકોના ડામ પર મરચું ભભરાવાનું કામ કર્યું છે.  શહેરના વોર્ડ નંબર 9/બીમાં સિમેન્ટના  અતિ સુંદર સ્થિતિમાં રહેલા માર્ગને તોડીને તેના પર પેવર બ્લોક  પાથરવાનું કામ શરૂ કરાયું છે. સરકારની ગ્રાન્ટમાંથી મળેલા રૂ 17 લાખની પાણી કરવાના આ પગલàª
01:13 PM Jan 12, 2023 IST | Vipul Pandya
કચ્છના આર્થિક પાટનગર અને ગુજરાતના આઠમા નંબરના મોટા શહેર ગાંધીધામમાં નગરપાલિકા સામે વ્યાપક ફરિયાદો છે. આ વચ્ચે નગરપાલિકાએ રસ્તાની સુવિધાથી ત્રસ્ત નાગરિકોના ડામ પર મરચું ભભરાવાનું કામ કર્યું છે.  શહેરના વોર્ડ નંબર 9/બીમાં સિમેન્ટના  અતિ સુંદર સ્થિતિમાં રહેલા માર્ગને તોડીને તેના પર પેવર બ્લોક  પાથરવાનું કામ શરૂ કરાયું છે. સરકારની ગ્રાન્ટમાંથી મળેલા રૂ 17 લાખની પાણી કરવાના આ પગલા સામે શહેરીજનો ભારે નારાજગી વ્યકત કરી રહ્યા છે અને બેદરકારી દાખવનારા અધિકારી સામે પગલાં ભરવાની માંગ થઈ રહી છે.
સિમેન્ટનો રોડ તોડીને પેવર બ્લોક પથરાશે
ગાંધીધામ શહેરમાં 317 કિલોમીટરના આંતરિક બાહ્ય માર્ગો છે. આ તમામ માર્ગોમાંથી 200થી વધુ કિલોમીટરના માર્ગોની હાલત દયનીય છે. ગાડા માર્ગને પણ શરમાવે તેવા માર્ગો પર સતત પસાર થતા લોકો  પાલિકાના શાસકોની રીતસર કદુઆ આપતા હોય છે. આ સ્થિતીમાં પાલિકાએ રૂ. 17 લાખની ખર્ચે 9/બી વિસ્તારમાં થોડા સમય પહેલા બનાવાયેલો અને મજબુત  સિમેન્ટ રોડ તોડી નાંખ્યો છે. હવે આ માર્ગ પર પેવર બ્લોક લગાવાશે.  શહેરમાં અનેક રસ્તાઓની હાલત ખરાબ છે. વરસાદ બાદ તો સ્થિતી બદતર જેવી છે ત્યારે આ કામગીરીથી શાસકો  પર નાગરિકો ભડકી ઉઠ્યા છે. 
પૈસાનું પાણી
શહેરના મુખ્ય ટાગોર રોડ પર ઓવરબ્રિજનું કામ હોવાથી જેના પર સૌથી વધુ મદાર છે. તેવા સુંદરપુરી રામબાગ રોડની ખસ્તા હાલત છે. આ વિસ્તારના આગેવાન યુવાન લતીફ ખલીફાએ જણાવ્યુ હતું કે, આ માર્ગ સહિતના સમસ્યાના મુદ્દે સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ અપાઈ છે. અનેક રજૂઆત માગણીઓ છતાં પાલિકાના શાસકો માત્ર ભ્રષ્ટાચાર માટે એક રોડ બનાવે ફરી તેને તોડે છે અને ફરી તેના પર નવો રોડ બનાવવાના નામે પૈસાનું પાણી કરે છે અને ભષ્ટાચાર આચરે છે. 
વેપારીઓમાં રોષ
સુંદરપુરી વેપારી એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈએ રોષપૂર્વક માંગ કરી હતી કે આ બેદરકારી દાખવનારા અધિકારી સામે પગલાં ભરવા જોઈએ. શહેરના જે રસ્તાની  સુધારણા કરવાની તાતિ જરૂરિયાત છે. તેની સામે દુલક્ષ્ય સેવનારા નેતાઓએ શહેરના વિકાસ ને  બદલે માત્ર પોતાના વિકાસમાં રસ છે. 
વિપક્ષની પ્રતિક્રિયા
વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું કે, આઠ કરોડના ખર્ચે નવા રસ્તાઓના કામ મંજૂર થઈ ગયા છે. પણ ભાગબટાઈનો મુદો ઉકેલાયો ન હોવાથી કોન્ટ્રાકટરને કામ શરૂ કરવા વર્ક ઓર્ડર અપાયાો નથી. કામ શરૂ થશે પુરૂ થશે ત્યાં ફરી વરસાદ આવી જશે ફરી રસ્તા તુટી જશે પૈસાનું પાણી થશે. ભ્રષ્ટાચારીઓના પેટ ભરાશે અને જેમનો હક્ક છે તેવા કરદાતા નાગરિકો એ જ સ્થિતિમાં રહેશે. 
તપાસ બાદ કાર્યવાહીની હૈયા ધારણા
ગુજરાત ફસ્ટે આ મુદે નગરપાલિકાના મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે  સ્વીકાર્યું હતું કે, લોકોની માંગ થકી પેવર બ્લોકનું કામ મંજુર કરાયું હતું પણ સિમેન્ટ રોડ યોગ્ય હોય તો તેને તોડીને  પેવર લગાવવું અયોગ્ય થયું છે. આ બાબતે ચોક્કસથી તપાસ કરાશે.  પેવર બ્લોકમાં નીચે બેઝ  બનાવવું પડે છે. સિમેન્ટ રોડ તોડી ને હવે જે બેઝ બનશે તે સ્વાભાવિક નબળો હશે. આ બેદરકારી અંગે શું પગલા લેવાશે તે સવાલના જવાબમાં તેમણે વિકાસ માટે જરૂરી કાર્યવાહી થશે તેમ જણાવ્યુ હતું. 
ભ્રષ્ટાચારથી લોકોના ટેક્સના પૈસાનું પાણી
જાણકારો કહે છે કે ગાંધીધામ નગરપાલિકા શ્રીમંત પાલિકા છે. કરદાતાઓ હંમેશા સ્વભંડોળ છલકાવતા રહે છે. સરકારી રાહે પણ અનેક મોટી રકમની ગ્રાન્ટો  આવે છે. પણ માત્રને માત્ર જવાબદારોની અણઆવડત, ભષ્ટાચારને પગલે માત્રને માત્ર પૈસાનું પાણી થાય છે અને માળખાગત સુવિધાની  સમસ્યાઓ વિકરાળ બની રહી છે.
આ પણ વાંચો - ગાંધીધામનું રામલીલા મેદાન બન્યું કચરાનું કાયમી સ્થાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CorruptionGandhidhamGujaratFirstMunicipalityગાંધીધામનગરપાલિકા
Next Article